Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટના નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

આખરે રાજકોટને મળ્‍યા નવા પોલીસ કમિશનરઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં છે ત્‍યારે જ થઇ નિમણુંક

રાજકોટ તા.૨૪ : રાજકોટના પોલીસ કમિશનરની સવા બે માસ કરતા વધુ  સમયથી  ખાલી પડેલી પોલીસ કમિશનરની જગ્‍યા પર અનેકવિધ નામોની ચર્ચા અને અટકળો વચ્‍ચેરાજય  સરકારે આર્મ્‍સ યુનિટના એડીશનલ ડીજીપી કરવાના શ્રી રાજુ ભાર્ગવની પસંદગી કરતો ગૃહ મંત્રાલય દ્વારા હુકમ કરવામાં આવ્‍યો છે.
અત્રે યાદ રહે કે રાજકોટ પોલીસના ચકચારી કમિશનકાંડ બાદ એક પછી એક ૧૨ જેટલા પ્રકરણો ખુલ્‍યા બાદ આ જગ્‍યા ઉપર કોને મુકવા એ અંગે ભારે અવઢવ હતી. જો કે શ્રી રાજુ ભાર્ગવને આજથી  બે મહિના અગાઉ જ મુખ્‍યમંત્રી કાર્યાલય ખાતે બોલાવી તેમને રાજકોટના પોલીસ કમિશનર બનાવવા રહ્યાના સંકેતો આપી દેવાયા હતા.આમ છતા આ અંગે આગળની કોઇ કાર્યવાહી થવામાં વિલંબ સર્જાતા તેમની પસંદગી અંગે અવઢવ શરૂ થઇ હતી. જો કે શ્રી રાજુ ભાર્ગવ દ્વારા પોતાના નજીકના મિત્રોને પોતાની પસંદગી થઇ રહયાના સંકેતો આપી દીધાની પણ ચર્ચા છે.
રાજય પોલીસ તંત્રમાં વિવિધ હોદ્‌ાઓ ઉપર રહી બહોળા અનુભવ ધરાવતા શ્રી રાજુ ભાર્ગવ દ્વારા મહેસાણા અને સાબરકાંઠામાં યશસ્‍વી ફરજ બજાવી હતી ત્‍યારબાદ તેઓ લાંબો સમય ડેપ્‍યુટશેન ઉપર રહયા હતા.
લાંબા સમયથી શહેર પોલીસ કમિશનરેટ વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી મનોજ અગ્રવાલની બદલી થતા ખાલી પડેલી પોલીસ કમિશનરની જગ્‍યા ઉપર સિનીયર આઇપીએસ રાજુ ભાર્ગવની નિમણુંક થઇ છે.
છેલ્લા કેટલાક મહિનાથી તત્‍કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીનના મામલે લાખોનો ભ્રષ્‍ટાચારના આક્ષેપો થયા બાદ રાજ્‍ય સરકાર દ્વારા તેમની સજારૂપે બદલી જુનાગઢ ટ્રેનિંગ કોલેજમાં કરી દેવામાં આવી હતી. આ હૂકમ બાદ શહેરને રેગ્‍યુલર કમિશનર મળ્‍યા ન હતા અને ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ખાલી પડેલી જગ્‍યાનો ભાર સંભાળતા હતા. હવે, શહેર પોલીસ કમિશનરેટનું ખાલી પદ ભરાઇ ગયુ છે.

 

(3:59 pm IST)