Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪ તથા વોર્ડ નં.૯માં વેકિસનેશન કેમ્પ યોજાયો

રાજકોટઃ દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા મફત વેકિસનની પરીકલ્પનાને સાકાર કરવા રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં વેકિસનેશન મહાભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ કેન્દ્રો પર ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેકિસન આપવામાં આવશે. આ અભિયાનને વધુ વેગ મળે અને શહેરના વધુમાં વધુ શહેરીજનોને વેકિસનનો લાભ લે તેવા શુભ આશયથી સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી, શાળા, કોલેજો વિગેરેને જોડી વેકિસન કેમ્પ યોજવાનું નક્કી કરેલ. જે અંતર્ગત આજ તા.૨૩ના રોજ વોર્ડ નં.૦૯માં શિલ્પન ઓનિક્ષ ખાતે તથા વોર્ડ નં.૦૪માં ઇઝી શીફખાના ખાતે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, સદગુરૂ કોલેજમાં વેકિસન કેમ્પ યોજાયો.આ કેમ્પમાં મેયર ડો.પ્રદિપ ડવ, પદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી, યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો.દેશાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર અને સિન્ડીકેટ સભ્ય નેહલભાઈ શુકલ, સદગુરૂ કોલેજના પ્રિન્સીપાલ અર્જુનસિંહ રાણા, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોળીયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગસીયા, પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, અતુલભાઈ પંડિત, વોર્ડ અગ્રણી સીમાબેન અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.૦૯ના પ્રભારી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, વોર્ડ નં.૦૪ના પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, તેમજ ભાજપ અગ્રણી જાગૃતિબેન ભાણવડીયા, જયસુખભાઈ કાથરોટીયા, જગદીશભાઈ પટેલ, મોહનભાઈ, મણવરભાઈ, નિલેશભાઈ, મનોજભાઈ પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર.

(3:12 pm IST)