Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દાઉદી વ્હોરા સમાજ દ્વારા વેકસીનેશન કેમ્પ : ૪૮૮ લોકોએ રસી લીધી

રાજકોટ : મહાનગર પાલીકાના સહયોગથી દાઉદી વ્હોરા સમાજના અંજુમને કુત્બી જમાત, ઇઝઝી, શીફાખાના, શબાબુલ ઇદ્દીઝ ઝહબી, બુરહાની ગાર્ડ દ્વારા કુત્બી કોમ્પ્લેક્ષ ખાતે દાઉદી સમાજો ૪૮૮ ભાઇઓ-બહેનોને વેકસીનનેશન રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજએ ખાસ શુભેચ્છા પાઠવેલ હતી. આ કેમ્પમાં મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ડેપ્યુ. મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કાનાભાઇ ઉધરેજા મહામંત્રી અતુલભાઇ પંડીત શીક્ષણ સમિતિ ચેરમેન પીપુષભાઇ રૈયાણી, દુષ્યંતભાઇ સંપટ મહામંત્રી કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, કોર્પોરેટર કાળુભાઇ ફુગશીયા, કોર્પોરેટર નયનાબેન પેઢરીયા, કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, કોર્પોરેટર હાર્દિકભાઇ પટેલ, મંજુબેન કુગશીયા કોર્પોરેટર, રમેશભાઇ અકબરી પ્રભારી, કોર્પોરેટર કેતનભાઇ પટેલ, ઘનશ્યામભાઇ કુગશીયા વોર્ડ પ્રમુખ ચંદ્રેશભાઇ લુણાગરીયા ઉપપ્રમુખ દિપકભાઇ વધાશીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા આરોગ્ય અધિકારી ડો. પંકજભાઇ રાઠોડ, ડો. ચુનારા, શીફાખાના ડો. એમ.એમ. કારીયા, ડો. અરવાબેન બાટલાવાળા વિ.) ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા જમાલ આમીલ સાહેબ મુસ્તફાભાઇ સાહેબ વજીહી, જનામ આમલ સાહેબ શેખ ઝોહેરભાઇ રામપુરવાલા, શેખ યાહયાભાઇ ગાંધી, શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાળા, અઝીઝભાઇ ભારમલ, હુશેનભાઇ બાટલાવાલા, હસનભાઇ ગોંડલવાલા, શેખ શબ્બીરભાઇ ઇઝઝી, મુસ્તનસીર જોડીયાવાલા, ફીરોજભાઇ કાચવાલા, સૈફુદ્દીન મીઠાઇવાળા, તાહેરભાઇ તાહેરી, નુરૂદ્દીન પટેલ, ઇબ્રાહીમ લોખંડવાલા, મુસ્તફા ખોખર, જાહીદ પટેલ, મોઇઝ ગાંધી, અલીઅસગર ખેતી, મુરતઝા ચૌહાણ, બુરહાનુદ્દીન સાવરકુંડલાવાલા મોહમંમદ હરીયાણાવાલા, મુસ્તઝાભાઇ ઇઝઝી, ખોજેમા માકડા, અલી અસગર જોડીયાવાલા, યુસુફ ભારમલ, હુશેન લોખંડવાલા, સમોઇલ અમરાવતીવાલા, બુરહાનીગાર્ડ કેપ્ટન અલી અસગર તાજાણી, હસન કપાસી, શોકત પારેખ, અજીજ માકડા, મુસ્તફા માકડા, હુશેનભાઇ ગાંધી, તાહા ત્રપાદી, હસનેનભાઇ જોહેર કાર્ડસ, ઇસહાક માકડા, મુફદ્દી લોટીયા, હુસેન ગાંધી, ઇદ્દીસ ભારમલએ જહેમત ઉઠાવેલ હતી.

(3:16 pm IST)