Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જૈન સમાજ દ્વારા અનુપ મંડળ વિરૂધ્ધ રાષ્ટ્રીય આંદોલનઃ દેશભરમાં આવેદન અપાયા

રાજકોટમાં પણ જૈન અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદન અપાયુઃ પ્રતિબંધ મુકવા માંગ

સમગ્ર ભારત દેશમાં દેશ વિરોધી તેમજ ધર્મ વિરોધીભાવના તેમજ દેશદ્રોહની ગતીવીધી અસામાજીક અને અરાજકતાવાદી તત્વો દ્વારા અનુપમંડળને બિનન્યાયીક એકટીવીટી પ્રિવેન્શન એકટ-૧૯૬૯નાં સેકશન નં.૩-૪(ક)નાં અંતગર્ત ગૈરકાનુની સંગઠનની દરેક પ્રવૃતી પર પ્રતિબંધ મુકવા તેમજ તેના વિરૂધ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલનનું આયોજન જૈન સમાજના દરેક સંપ્રદાયોનું સર્વોચ્ચ સંગઠન 'રાષ્ટ્રીય જૈન સંગઠન' RJS દ્વારા કરવામાં આવેલ.

આ રાષ્ટ્રવ્યાપી આંદોલન ૨૩ જુનને બુધવારે સમગ્ર દેશનાં જૈન સમુદાય દ્વારા ૫૦૦ થી વધારે સ્થળો પર સ્થાનીક પ્રશાસનમાંના માધ્યમથી શ્રી પ્રધાનમંત્રને આવેદન પાઠવવામાં આવેલ. ગત ઘણા વર્ષોથી અનુપમંડળ દ્વારા સનાતનધર્મ તેમ જ જૈન ધર્મ વિરૂધ્ધ દેશના અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર કરવામાં આવે છે. આ અનુપમંડળ રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ જેવી કે ભારતમાં કોરોનાને લંબાવવા તથા કોરોનાની વેકસીન ન લેવાની ઝુંબેશ વગેરેની પ્રવૃતિઓ કરીને ભારતની જનતાને મારવાનું ષડયંત્ર રચેલ છે. આ સમગ્ર આંદોલન રાજકોટમાં પણ કલેકટરશ્રીને આવેદન મોકલવામાં આવેલ ત્યારે શ્રી જીતુભાઇ દેસાઇ, શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, શ્રી દિનેશભાઇ પારેખ, જયંતભાઇ મહેતા, તરૂણભાઇ કોઠારી, દિલેશભાઇ શાહ, શૈલેષભાઇ મહેતા, પ્રફુલભાઇ, પ્રવીણભાઇ શાહ, દિપકભાઇ મહેતા, બિપીનભાઇ પારેખ, જગદીપભાઇ દોશી, શૈલેષભાઇ એચ મહેતા, નિલેષભાઇ શાહ વિગેરે અગ્રણીઓ હાજર રહયા હતા.

(3:16 pm IST)