Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

૪૧ કિલોગ્રામ ગાંજા સાથે પકડાયેલ બે-આરોપીઓને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા. ર૪: ૪૧-કિલોગ્રામ ગાંજાનાં કેસમાં આરોપીને જામીન પર છોડવાનો હુકમ સેશન્સ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે તા. ૧-૩-ર૦ર૧નાં રોજ રાજકોટ એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનનાં અમલદારો અમદાવાદ હાઇવે ઉપર વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન ૧૮:૩૦ કલાકે અમદાવાદ તરફથી એક સફેદ કલરની કાર નીકળતા પોલીસે તે કાર ઉભા રહેવા માટે હાથથી ઇશારો કરતા કારના ચાલકે કાર ઉભી રાખવાના બદલે વધુ સ્પીડથી ચલાવી અને રાજકોટ તરફ ભાગવા લાગેલ અને થોડા આગળ જતા એક મોટર સાયકલને હડફેટે આગળ જવા લાગેલ અને તે દરમ્યાન પોલીસ અમલદારોએ કારનો પીછો કરતા સદરહું કાર ક્રિષ્ના વોટર પાર્કથી ૧૦૦ મીટર દુર નવા બનેલા ઇલેકટ્રીક પોલ પાસે કાર રોડ ડીવાઇડર ઉપર જઇ પલટી મારી જતા પોલીસ અમલદારો ત્યાં પહોંચી ગયેલ અને કારમાંથી (૧) કાદર અનવરભાઇ પઠાણ તથા (ર) ચેતનભાઇ ચમનભાઇ સાપરીયા મળી આવેલ અને વધુમાં પોલીસે તેમની હવાલાવાળી મારૂતી સ્વીફટ કારમાં પંચો રૂબરૂમાં ઝડતી તપાસ કરતા કારની ડેકીમાંથી એક સફેદ તથા બ્લુ તથા લીલા, કાળા, પીળા, કલરનાં ચેકસની ડીઝાઇન વાળો મીણીયા પ્લાસ્ટીકનો કોથળો મળી આવેલ અને તે કોથળો ખોલીને જોતા તેમી અંદરથી વનસ્પતી જન્ય બીજ સહીતનો સુકાયેલ પાંદળા તથા ડાળખા સહીતનો અર્ધસુકો પદાર્થ ૪૧ કીલો મળી આવેલ અને તે પદાર્થ પોલીસ અમલદારોએ તથા પંચોએ સુંઘીને ખાત્રી કરતા તેમાંથી માદકપદાર્થ જેવી વાસ આવતી હતી. પોલીસ અમલદારોએ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એનડી.પી.સેસ. એકટની કલમ ૮(સી), ર૦(બી) મુજબની ફરીયાદ બંને આરોપીઓ વિરૂધ્ધ રજીસ્ટરે લીધેલ. ત્યારબાદ બંને આરોપીઓ એ પોતાનાં એડવોકેટ શ્રી તુષારભાઇ બસલાણી મારફત જામીન અરજી દાખલ કરાવેલ અને વકિલની દલીલો ધ્યાને લઇ તથા તેમનાં દ્વારા રજુ રખાયેલ હાઇકોર્ટના જજમેન્ટસ ધ્યાને લઇ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આરોપી (૧) કાદર અનવરભાઇ પઠાણ તથા (ર) ચેતનભાઇ ચમનભાઇ સાપરીયાને રૂ. રપ,૦૦૦/-નાં જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓનાં વિદ્વાન વકીલ તરીકે રાજકોટનાં ધારાશાસ્ત્રી તુષારભાઇ બલસાણી, મનીષભાઇ કોટક, એઝાઝ જુણાચ, અલી અસગર ભારમલ, જ ગદીશભાઇ પડીયા તથા જુનીયર કલાર્ક તરીકે, વત્સલ ચાવડા, હાર્દિક બસલાણી તથા દીપ બસલાણી રોકાયેલ હતા.

(3:20 pm IST)