Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટમાં આજે ૧ મોત : બપોર સુધીમાં ૨ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૪૨૬૬૭ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૧૯૮૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ હાલમાં રિકવરી રેટ ૯૮.૪૦ ટકા થયો

રાજકોટ તા. ૨૪ : શહેર - જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૧ મોત થયું છે. શહેરમાં બપોર સુધીમાં માત્ર ૨ કેસ નોંધાયા છે.

શહેર અને જિલ્લામાં સરકારી - ખાનગી હોસ્પિટલમાં ૫૭૬૬ બેડ ઉપલબ્ધ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૬૬૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચુકયા છે. આજ દિન સુધીમાં કુલ ૪૧૯૮૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૬૯૪ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૪૭ ટકા થયો હતો. જ્યારે રીકવરી રેટ ૯૮.૪૦ ટકા થયો છે. આજ દિન સુધીમાં ૧૧,૮૨,૪૨૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૬૬૭ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૬૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૪૦ ટકાએ પહોંચ્યો છે.

(4:16 pm IST)