Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

તલાટીથી કલેકટર સુધી રજુઆતો થઇ છે છતા ઉકેલ નહી : પાઠવાતુ આવેદન

કોઠારીયા ગામના અનુ.જાતિના લોકોની માંગણીઃ મંજુર થયેલ પ્લોટની સનદો આપો નહીં તો કલેકટર કચેરીમાં ધામા

પોલીસ કમિશનરને પણ જાણ કરીઃ ૧૦ દિવસનો સમય આપ્યો : બંદોબસ્ત આપવા પણ માંગણી

કોઠારીયા ગામના અનુસુચિત જાતિના લોકોએ આજે ૧૦૦ વારના પ્લોટ અંગે કલેકટર-પોલીસ કમિશ્નરશ્રીને લેખીતમાં આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ર૪ :.. કોઠારીયા ગામના ભરતભાઇ જાદવ તથા અન્યોએ કલેકટર અને પોલીસ કમિશનરશ્રીને આવેદન પાઠવી ગામનાં અનુ. જાતિના લોકોને મંજૂર થયેલ પ્લોટ આપવામાં ન આવતા હોય કલેકટર કચેરીમાં રહેવાની વૈકલ્પીક વ્યવસ્થા કરી આપવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, કોઠારીયા નામના અનુ. જાતિના લોકોના ૧૦૦ વારના પ્લોટ તા. ૧૭-૯-ર૦૧૯ ની લેન્ડ કમીટીમાં મંજૂર કરવામાં આવેલ હતા જેના કબ્જા સનદો આજદિન સુધી અમોને મળેલ નથી તે આ બાબત અમારા દ્વારા અમારા ગામના તલાટી ક્રમ મંત્રીને તથા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, તથા કલેકટર ને અગાઉ આવેદન પત્રો આપેલ છતાં હજુ સુધી કબ્જા સનદો મળેલ નથી. જેથી અમારા દ્વારા અમારા તલાટી ક્રમ મંત્રીને લેખીત જાણ કરેલ કે દિવસ પાંચમાં કબ્જા સનદો નહી મળે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, હવે આ ને જાણ અરજ છે કે દિવસ ૧૦ માં કલેકટર કચેરી અમો રહેવા જવાના હોય જેથી કલેકટર કચેરીના અધિકારીઓ દ્વારા અમારી સાથે કોઇ પણ જાતનું ખરાબ વર્તન ન કરે, તેથી આપ પોલીસ બંદોબસ્ત સાથે અમારા પરિવારોને જયાં સુધી કબ્જા સનદો આપવામાં ન આવે ત્યાં સુધી કલેકટર કચેરીમાં અમોને રહેવાની વૈકલ્પીક વ્યવસ્થા કરાવી આપવી શાંતી જળવાઇ  રહે અને સુલેહ શાંતીનો ભંગ ન થાય.

(4:21 pm IST)