Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નવનિયુકત મ્યુનિસિપલ કમિશનરશ્રી પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત : સાથે મળી વિકાસ આગળ વધારવા ખાત્રી

રાજકોટ મહાનગરપાલિકામાં આજ તા.૨૪/૦૬/૨૦૨૧ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ લીધા બાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આજે મેયરશ્રીની કચેરી ખાતે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પદાધિકારીશ્રીઓ દ્વારા બુકે આપી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવકારેલ હતા. તે વખતની તસ્વીર આ તકે તંત્ર અને શાસક પક્ષના સંકલન સાથે શહેરમાં ચાલી રહેલ જુદા જુદા પ્રોજેકટ જેવા કે, ઓવરબ્રીજ, રામવન, અટલ સરોવર, વિગેરે તેમજ પ્રાથમિક સુવિધાના કામોને પણ તબક્કાવાર આગળ વધારી રાજકોટની  વિકાસ યાત્રા આગળ વધારવાની ખાત્રી શ્રી અરોરાએ ઉચ્ચારી હતી.

(4:22 pm IST)