Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પંચાયત-ગ્રામ વિકાસ વિભાગની અપીલ ઓનલાઇન સંભળાશે

અરજદારોને ગાંધીનગર ધક્કો નહિ : ઇગ્રામ કેન્દ્ર પરથી વિડીયો કોન્ફરન્સ

રાજકોટ તા. ર૪ :..  રાજયના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી અપીલની સુનાવણી 'ઇ-ગ્રામ પાવન' નેટવર્ક મારફત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવા પંચાયત વિભાગના નાયબ સચિવ શ્રી આશિષ વાળાની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. હાલ કોરોનાની સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવેલ છે.

અરજદારે નિયત તારીખ અને સમયે ઇ-ગ્રામ કેન્દ્ર પર ઉપસ્થિત રહેવાનું રહેશે. તલાટીએ વિડીયો કોન્ફરન્સ પર લોગ ઇન કરવાનું રહેશે જે તે તાલુકા - જિલ્લા પંચાયતના સબંધિત અધિકારીએ પણ હાજર રહેવાનું રહેશે. આ પધ્ધતીથી અરજદારોને ગાંધીનગર જવાની જરૂર રહેશે નહિં. પ્રવાસ ખર્ચ અને સમયની બચત થશે. જયાં ઇ-ગ્રામ નેટવર્ક ઉપલબ્ધ ન હોય તે જિલ્લાની અપીલની સુનાવણી વેબ બેઇઝ વિડીયો કોન્ફરન્સ એપ. મારફત કરવાની રહેશે.

(4:24 pm IST)