Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાજપ કાર્યકર્તાઓ માટે કાલથી ઇ-ચિંતન અભ્યાસ વર્ગ : કમલેશ મિરાણી

જામનગરના સાંસદ દેશના સાત વર્ષના શાસનની સિધ્ધીઓ વર્ણવશે

રાજકોટ તા. ૨૪ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલથી ઇ-ચિંતન અભ્યાસ વર્ગનું આયોજન કરાયુ છે.

જેમાં ક્રમશઃ તા. ૨૫ જુન, તા. ૯ જુલાઇ, તા. ૧૬ જુલાઇ, તા. ૨૩ જુલાઇ અને તા. ૩૦ જુલાઇના એમ દર શુક્રવારે સવારે ૧૦ થી ૧૧.૩૦ સુધી યોજાનાર ઇ-ચિંતન અભ્યાસ વર્ગમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સાત વર્ષના શાસનની વૈચારિક સિધ્ધીઓ વર્ણવવામાં આવશે. કાલના વર્ગમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ સંબોધન કરશે.

અભ્યાસવર્ગનું સંચાલન ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી સંભાળશે. સમગ્ર વર્ચ્યુઅલ બેઠકને સફળ બનાવવા કાર્યાલય ખાતેથી હરેશભાઇ જોષી, રાજન ઠકકર, આઇ.ટી. અને સોશ્યલ મીડિયાના કન્વીનર હાર્દીક બોરડ અને તેમની ટીમ જહેમત ઉઠાવશે.

(4:31 pm IST)