Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં લોજ કાઠિયાવાડ ખાતે વેકિસનેશન કેમ્પ યોજાયો

રાજકોટ : દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા મફત વેકિસનની પરીકલ્પનાને સાકાર કરવા રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં વેકિસનેશન મહાભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ કેન્દ્રો પર ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેકિસન આપવામાં આવશે. આ અભિયાનને વધુ વેગ મળે અને શહેરના વધુમાં વધુ શહેરીજનોને વેકિસનનો લાભ લે તેવા શુભ આશયથી સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી, શાળા, કોલેજો વિગેરેને જોડી વેકિસન કેમ્પ યોજવાનું નક્કી કરેલ. જે અંતર્ગત આજ તા.૨૪ના રોજ વોર્ડ નં.૦૭માં લોજ કાઠિયાવાડ ખાતે વેકિસન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ પ્રભારી પ્રતાપભાઈ વોરા, પ્રમુખ રમેશભાઈ દોમડીયા, મહામંત્રી અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, સંસ્થાના જયદેવભાઈ જોષી તેમજ અન્ય હોદેદારશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર.

(4:38 pm IST)