Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આરોગ્ય શાખા-જીલ્લા પંચાયત તથા હરીપર (પાળ) ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે રસીકરણ કેમ્પનું આયોજન

કોરોના વૈશ્વિક મહામારીને કાબુમાં લેવા માટે સરકારશ્રી દ્વારા ઔદ્યોગીક વસાહતોમાં થઇ રહેલા રસીકરણ અભિયાનને વેગવંતુ કરવાના શુભ આશયથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આરોગ્ય શાખા-જીલ્લા પંચાયત તથા હરીપર (પાળ) ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે ઇન્ડસ્ટ્રીઝ ઝોન ખાતે કારીગર અને શ્રમિકોને કોરોના સામેની રસી આપી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત હરીપર આસપાસની વિવિધ ઇન્ડસ્ટ્રીના શ્રમિકો માટે હરીપર (પાળ) ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના બિલ્ડીંગમાં રસીકરણ કેમ્પનું તા.રર/૬/ર૦ર૧ ના રોજ આયોજન કરવામાં આવેલ. આ વિસ્તારના વિવિધ ઇન્ડસ્ટ્રીઝના ૧૮ થી ૪પ વર્ષ સુધીની ઉપરના નાગરીકો-વર્કરોને સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી રર૦ જેટલા લોકોને વેકસીન આપવામાં આવેલ હતી. આ રસીકરણ કાર્યક્રમ દરમ્યાન વિજયભાઇ કોરાટ, પ્રદેશ કિશાન મોરચા મંત્રી ભરતભાઇ સિંગાળા, પ્રમુખ લોધીકા તાલુકા પંચાયત, મનોજભાઇ રાઠોડ, જીલ્લા ભાજપ અગ્રણી, ભારતીબેન વિરડા, સરપંચ, હરીપર તથા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ભંડેરી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજ કે.વી. મોરી, આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના ડો. માકડીયા તથા ડો.ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહી વેકસીન માટે સૌને માર્ગદર્શન આપી પ્રોત્સાહન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલકના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, માનદ્દ સહમંત્રી કિશોરભાઇ રૂપાપરા, કારોબારી સભ્ય વિનોદભાઇ કાછડીયા, હરીપર (પાળ) ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ ડેનીશભાઇ હદવાણી, દિપકભાઇ દોશી, બચુભાઇ ગઢીયા, વિમલભાઇ મોનપરા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી તથા આરોગ્ય શાખા જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા રસીકરણની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:39 pm IST)