Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પ્રોજેકટ લાઇફ દ્વારા વર્ચ્યુઅલ યોગા

વિશ્વ યોગ દિવસ નિમિતે પ્રોજેકટ લાઇફ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટ મંડળ, જી.એસ.ટી., ગવર્નમેન્ટ એન્જી. કોલેજ, એસ.આર.પી.એફ. કેમ્પ ઘંટેશ્વર, પંજાબ યુનિવર્સિટી, પટીયાલા યુનિવર્સિટી, ઇન્ડીયન યોગ એસોસીએશન ગુજરાત ચેપ્ટરના સભ્યો માટે યોગનો એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેનો હજારો સભ્યોએ લાભ લીધો હતો. સાથે વર્ચ્યુઅલ સંવાદ ગોઠવવામાં આવેલ. જેમાં પૂ. અપૂર્વમુનિજી, ડો. આર. જે. જાડેજા, પ્રકાશ ટીપરે, ડો. ગૌરાંગ વ્યાસ, આચાર્ય બીરજુ મહારાજે વકતવ્યનો લાભ આપી યોગ વિષે ઉંડાણપૂર્વકની માહીતી આપી હતી. યોગાસન સંદર્ભે એક વિડીયો સ્પર્ધા પણ રાખવામાં આવતા ૧૧૫ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લાઇફના જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટીચા શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન થયેલ.

(4:41 pm IST)