Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

એઇમ્‍સમાં પાણી-વિજળી માટે પૂરઝડપે કામગીરીઃ હિરાસર એરપોર્ટ માટે ૬૬ કેવી સ્‍પે. સબ સ્‍ટેશનઃ ખંઢેરી રેલ્‍વે સ્‍ટેશન પણ વિકાસાવાશે

ખંઢેરી રેલ્‍વે સ્‍ટેશન-એઇમ્‍સ વચ્‍ચે ૩ કિ.મી.નો ખાસ રસ્‍તો બનશેઃ એઇમ્‍સ પાસેના બસ સ્‍ટેશનથી પણ રસ્‍તો બની રહ્યો છે... : ૩૦૦HIV બાળકો માટે જૂલાઇમાં કલેકટર દ્વારા એજયુકેશન કીટ અપાશે : જુલાઇમાં વંદે ગુજરાત તથા હર ધર ત્રિરંગા અંગે તૈયારીઓ શરૂઃ આવતા મહિને રાજકોટ-મોરબી-જામનગર જીલ્લાના યુવા વર્ગ માટે ખાસ ભરતી મેળો

રાજકોટ તા. રર : આજે કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સાથેની વાતચિતમાં એઇમ્‍સ, હીરાસર એરપોર્ટ, એમ્‍પ્‍લોટમેન્‍ટ ફેર, સરકારની યોજનાઓમાં લાભ, વંદે ગુજરાત યાત્રા, ખંઢેરી રેલ્‍વે સ્‍ટેશનનો વિકાસ, એચઆઇ વી બાળકોને એજયુકેશનકીટ તથા હર ઘર તિરંગા યાત્રા અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી.

કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવેલ કે, સૌરાષ્‍ટ્રમાં રાજકોટ ખાતે તૈયાર થઇ રહેલ એઇમ્‍સમાં પાણી અને વિજળીનું કામ કાર્યન્‍વીત છે, જે ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સુચનો આપવામાં આવ્‍યા છ.ે સાથે જ બસ સ્‍ટેન્‍ડથી ખંઢેરી સુધીનો રોડ પણ હાલ બનાવવામાં આવી રહ્યો છ.ે

ખંઢેરી રેલ્‍વે સ્‍ટેશનનો વિકાસ કરાશે જણાવી કલેકટરે માહિતી આપેલ કે, અહીથી પણ એઇમ્‍સ સુધીનો લગભગ ૩ કી.મી. રોડનું કામ ચાલુ છે, જે બની જતા ખંઢેરી રેલ્‍વે સ્‍ટેશનથી સીધુ એઇમ્‍સ પહોંચવામાં લોકોને સરળતાની સાથે સુવીધા પણ મળશે.

શહેરની નજીક આકાર પામી રહેલ હીરાસર આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટનું મોટા ભાગનું કામ પુર્ણ થઇ ગયેલ અને ત્‍યાં ૬૬ કે.વી.સબ સ્‍ટેશન નાખવાનું પણ  કામ ચાલુ કરી દેવામાં આવ્‍યું છે સંભવત ઓગસ્‍ટ-સપ્‍ટેબરમાં નરેન્‍દ્રભાઇના હસ્‍તે હીરાસર એરપોર્ટ ખુલ્લુ મુકાય તેવી ધારણા છે.

ઉપરાંત કલેકટરે રાજકોટ શહેર જીલ્લાના ૩૦૦ જેટલા એચઆઇવી ગ્રસ્‍ત બાળકોને એજયુકેશનલ કીટ આપવામાં આવશે. સાથે જ તેમને આ એજયુકેશનલ કીટનો ઉપયોગ કઇ રીતે કરી શકાય તે અંગે પણ તંત્ર દ્વારા શીખડાવવામાં આવનાર છે.

આવતા મહિનાથી ગુજરાતમાં શરૂ થનાર બે યાત્રાઓ વંદે ગુજરાત અને હર ઘર તિરંગા યાત્રા અનુસંધાને કલેકટર તંત્ર દ્વારા રાજકોટ શહેર જીલ્લા માટે તૈયારીઓ શરૂ કરી દીધાનું અરૂણ મહેશ બાબુએ જણાવી માહિતી આપેલ કે ૪ જુલાઇથી શરૂ થતી વંદે ગુજરાત યાત્રામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ સરકારના ૮ વર્ષ અને રાજયમાં ભાજપ સરકારના ર૦ વર્ષના કાર્યોની લોકો સુધી વિગતો-માહિતી પહોંચાડવામાં આવનાર છે.

જયારે હર ઘર તિરંગા યાત્રા કેન્‍દ્ર સરકાર દ્વારા દેશભરમાં કાઢવામાં આવનાર છે. ત્‍યારે શહેર જીલ્લામાં ઘરે-ઘરે તિરંગાનું વેચાણ થાય અને યાત્રાનો તમામ ક્ષેત્રે પ્રચાર-પ્રસાર થાય તેવું આયોજન ઘડાય રહ્યાનું પણ તેમણે ઉમેર્યું હતું આ યાત્રા ૧પ ઓગસ્‍ટ સુધી ચાલશે અને તે કલેકટર ઓફીસથી લઇને છેક તાલુકા લેવલ સુધી જશે. જેમાં તમામ વર્ગના લોકોને આવરી લેવાશે.

કલેકટરે રોજગારી મેળા અંગે માહિતી આપેલ કે, ટાટા સ્‍ટ્રાઇલ આઇટીઆઇ અને કલેકટર તંત્રના સંયુકત ઉપક્રમે રાજકોટ, જામનગર અને મોરબી જીલ્લાનો એપ્‍મ્‍લોયમેન્‍ટ કેમ્‍પ રાજકોટ ખાતે આગામી સમયમાં યોજાનાર છે, જેમાં ૩૦૦ જેટલા ટેકનીકલ અભ્‍યાસ ધરાવતા યુવાનોને સીધા એપોઇન્‍ટમેન્‍ટ લેટર આપવામાં આવશે.

અંતમાં કલેકટરે તંત્રના ૯ વિભાગોની કાર્યવાહી અંગે જણાવેલ કે, કેન્‍દ્ર સરાકરની વિવિધ યોજનાઓ માટે કાર્ય કરતા ૯ વિભાગો દ્વારા અત્‍યાર સુધીમાં ર૩ હજાર લોકોને લાભ મળ્‍યો છે.

(3:30 pm IST)