Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કાલે ગાંધીનગરની કામધેનુ યુનિ.માં પઘ્વીદાન સમારંભ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૨૩ : રાજય સરકાર સંચાલિત કામધેનું યુનિવર્સિટી, ગાંધીનગરનો આઠમો પદવીદાન સમારંભ કાલે તા. ૨૪ સવારે ૧૧: કલાકે, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. સમારંભમાં શ્રી આચાર્ય દેવવ્રત રાજયપાલશ્રી, ગુજરાત રાજય અને કુલાધિપતિ, અધ્યક્ષ સ્થાને તથા શ્રી(ડો) સંજીવ કુમાર બાલિયાન રાજય કક્ષાના મંત્રીશ્રી,મત્સ્ય પશુપાલન અને ડેરી, ભારત સરકાર, નવી દિલ્હી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. અતિથિ વિશેષ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, કૃષિ પશુપાલન અને ગૌ-સંવર્ધન વિભાગ, ગુજરાત રાજય ઉપસ્થિત રહેશે.પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના ૫૧૪ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ વિદ્યાર્થીઓ અને પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. તે પૈકી ૩ વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ ગોલ્ડ મેડલ-અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે, ૯ વિદ્યાર્થીઓને કુલપતિ ગોલ્ડ મેડલ- સ્નાતક કક્ષાના અભ્યાસ માટે તથા ૬ સ્નાતકના વિદ્યાર્થીઓને  દાતાશ્રીઓ તરફથી ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે. સમારંભમાં રાજયની અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

કાર્યક્રમને પાર પાડવા માટે કામધેનુ યુનિવર્સિટીની સંપૂર્ણ ટીમ કુલપતિશ્રી ડો. એન.એચ. કેલાવાલાની આગેાવાની હેઠળ કામગીરી કરી રહેલ છે.

(3:05 pm IST)