Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જસદણમાં સમાધાન માટે ભેગા થયા બાદ સવિતાબેન ઉપર વેવાઇ સહિતનાનો હુમલો

જસદણના લોહીયાનગરમા બનાવ : વેવાઇ પક્ષના ફુલઝરગામના કિશન, રમેશ અને મગન અને જસદણના વિપુલ સામે ગુન્‍હો

રાજકોટ તા.ર૩ : જસદણના લોહીયાનગરમાં રીસામણે આવેલી દીકરીના સમાધાન માટે એકઠા થયા બાદ માથાકુટ થતા પરિણીતાની માતા અને દેરાણી પર વેવાઇ પક્ષના ચાર શખ્‍સોએ લોખંડના પાઇપ વડે માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જસદણના લોહીયાનગરમાં રહેતા સવીતાબેન ધીરૂભાઇ જતાપરા (ઉ.પ૦) એ જસદણ પોલીસ મથકમાં ફુલઝર ગામમાં રહેતા વેવાઇ પક્ષના કિશન રમેશભાઇ પરમાર, રમેશ મનજીભાઇ પરમાર, મગન મનજીભાઇ પરમાર અને જસદણના વિપુલ બચુભાઇ સોસા સામે ફરીયાદ નોંધાવી છે. સવિતાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાની દીકરી નયનાના લગ્ન ફુલઝર ગામના રમેશ પરમારના દીકરા રણજીત સાથે થયા હતા. અને રમેશની દીકરી જાગૃતીના લગ્ન પોતાના દીકરા સાથે થયા હોઇ અને છેલ્લા પંદર દિવસથી પોતાના દીકરા સંજયની પત્‍ની જાગૃતી અને પોતાની દીકરી નયના પોત-પોતાના પીયરમાં રિસામણે હોઇ, તેથી વેવાઇ અને તેના સગા-સંબંધી પોતાના ઘરે સમાધાન માટે આવતા સમાધાન વખતે ચારેય શખ્‍સો ઉશ્‍કેરાઇ ગાળો આપી ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરતા પોતાને અને દેરાણી ભાનુબેન ભનાભાઇ જતાપરા તથા પુત્ર સંજયને ઇજા કરી હતી આ બનાવ અંગે એ.એસ.આઇ. અમરાભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)