Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રિલાયન્‍સ સાથે છેતરપીંડીના ગુનામાં આરોપીઓની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. રરઃ રિલાયન્‍સ સાથે કરેલ છેતરપીંડીના ગુન્‍હામાં આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૮-પ-રર ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં રિલાયન્‍સ કંપનીના અધીકારીઓએ ફરિયાદ નોંધાવેલ અને તે ફરિયાદમાં આરોપી તરીકે (૧) હિંમત વલ્લભભાઇ વાગડીયા (ર) સંદિપ મનુભાઇ સાવલીયા (૩) મયુર અશોકભાઇ કીકાણીને દર્શાવવામાં આવેલ અને આરોપીઓએ રિલાયન્‍સ કંપની સાથે ૧ કરોડથી વધુની રકમની છેતરપીંડી કરેલ અને વિશ્‍વાસઘાત કર્યાની હકીકત જણાવેલ અને આરોપીઓએ સને ર૦૧૭-ર૦૧૮માં જે બીલની રકમ મેળવી લીધેલ તેજ બીલો ફરીથી અધીકારીઓની ખોટીસહી કરી સને ર૦ર૧ માં તેજ રકમ ફરીથી મેળવી લીધેલનું ફરિયાદીએ ફરીયાદમાં જણાવેલ તે ફરિયાદના અનુસંધાને આરોપીઓએ સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન મળવા માટે આગોતરા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીઓએ એકજ લેણી રકમ બે વખત વસુલ લઇ લીધેલ છે અને કંપનીને આર્થિક નુકશાન કરેલ છે. તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી એસ. વી. શર્માએ આગોતરા જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:09 pm IST)