Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સિવિલ હોસ્‍પિટલમાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

 રાજકોટ તા. ૨૩: સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં માનસિક રોગના વિભાગ નજીકથી ગત સાંજે સાડા સાતેક વાગ્‍યે અજાણ્‍યો આશરે ૪૫ વર્ષનો પુરૂષ બેભાન મળતાં ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકી મારફત જાણ થતાં પ્ર.નરગના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:10 pm IST)