Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

શહેર ભાજપ ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભકત ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, રાજુભાઇ ધ્રુવની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા તમામ શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રમુખ–મહામંત્રી, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ–મહામંત્રી, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ વિીવધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બાદમાં શહેેરના તમામ વોર્ડના દરેક ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને  પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ આજે સાંજે ૫.૩૦ કલાકે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓના માટે શહેરના હેમુ ગઢવી હોલ મીની થીયેટર ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતર્ગત પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઇ કસવાલા દ્વારા વકતવ્ય રાખેલ છે.

(3:32 pm IST)