Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભરત બોઘરાના જન્મદિન નિમિત્તે રકતદાન શિબીરમાં ત્રંબાની ટીમ સહભાગી

રાજકોટઃ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર જણાવેલ છે કે પ્રદેશ  ભાજપ ના ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઈ બોઘરાના  જન્મ દિવસ અવસરે આટકોટ સ્થિત કે. ડી. પરવાડિયા  હોસ્પિટલ ખાતે મહા રકતદાન કેમ્પ  તથા સવઁ રોગ નિદાન નુ આયોજન કરવામાં આવેલ. તેમજ ડો. બોઘરા નું સન્માન સ્વરૂપ રકતતુલા કરવામાં આવેલ. આ તકે રાજકોટ જીલ્લા પંચાયત ના પ્રમુખ અને પરવાડિયા  હોસ્પિટલના ટ્રસ્ટી ભુપતભાઈ બોદર ના માર્ગદર્શન હેઠળ આ મહા રકતદાન કેમ્પ માં કસ્તુરબાધામ સીટના કાર્યકર્તાઓ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રા.યાર્ડના ચેરમેન જયેશ બોઘરા,મહેશભાઈ ગોલીડા , કેતન કાનાણી, વિશાલ અજાણી , સંદીપ રામાણી, છગનભાઈ સખીયા,રસીકભાઈ ખૂંટ, ગીરીશભાઈ કથીરીયા, કલ્પેશભાઈ રૈયાણી ,શુભમ સોજીત્રા, ભાવેશભાઈ ત્રાપસીયા,વિશાલ ડાંગર તથા મોટી સંખ્યા માં કસ્તુરબાધામ (સીટ) ના આગેવાનો  ઉપસ્થિત રહ્યા.

(3:32 pm IST)