Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

એન્જીનીયરના અકસ્માત મૃત્યુ કેસમાં પત્નિએ વળતર મળવા કરેલ દાવો રદ કરવાની અરજી રદ

રાજકોટઃ તા.૨૩ બેડી માકેર્ટીંગ યાર્ડ કંસ્ટ્રકશન સાઇટ ઉપર ફરજ બજાવતા સીવીલ એન્જીનીયરના અકસ્માતમાં મૃત્યુ પામેલની પત્નિએ કરેલ અપકૃત્યના કાયદા હેઠળ કરેલ દાવામાં બીલ્ડકોન રણજીત કંસ્ટ્રકશન વિગેરે સામે ૧ કરોડનું વળતર મેળવવાનો દાવો રદ કરવાઅંગે પ્રતિવાદીએ આપેલ અરજી રાજકોટની અદાલતે રદ કરી હતી.

સને ૨૦૧૬માં બેડી માર્કેટીંગ યાર્ડમાં ટાકા બનાવાનો કોન્ટ્રાકટ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન ટેન્ડર બહાર પાડેલ જેમા રાઇટસ લી. કંપનીના નામે ટેન્ડર પાસ થતા પેટા કોન્ટ્રાકટ બીલ્ડકોન રણજીત કંસ્ટ્રકશન લી.કંપનીને ટાકા બનાવાનું કામ સોંપેલ જેમા કંપનીના સીવીલ એન્જીનીયર તરીકે ગુજ. કુલદિપ ધવલને ટાકાનું નિરીક્ષણ કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ જે અંગે બનાવના દિવસે બેડી માર્કેટીંગ યાર્ડમાં  ટાકા નિરીક્ષણ કરવા બીલ્ડકોન કંપની તથા રણજીત કંપનીના અધિકારીએ કામ સોપતા લીફટમાં બેસી ટાકાના નિરીક્ષણ કરવા જઇ રહ્યા હતા ત્યારે અચાનક લીફટમાં બેસી ટાકાના નિરીક્ષણ કરવા જઇ રહ્યા હતા ત્યારે અચાનક લીફટમાં નટ–બોલ્ટ સ્ક્રુ ઢીલા હોય જેના કારણે લીફટનું બેલેન્સ ગુમાઇ જતા લીફટ નીચે પડતા અકસ્માતે દબાઇ જવાથી મૃત્યુ પામેલ જે અંગે સાઇટ ઉપર અન્ય મજૂરે પોલીસ ફરીયાદ આપતા બીલ્ડકોન કંપનીના માલીક ગુજનભાઇ પટેલ વિરૂધ્ધ ઇન્ડીયન પેનલ કોડની તમામ કલમ–૩૦૪(એ) મૃત્યુ નીપજાવવા સબબ ફરીયાદ થતા પોલીસે ધરપકડ કરી ચાર્જશીટ રજુ કરેલ હતું

ઉપરોકત બનાવ અંગે ગુજરનારની પત્નિ કવીતાબેન કુલદિપભાઇ ધવલે અપકૃત્યના કાયદા હેઠળ વળતર મેળવવા ૧ કરોડનો દાવો રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશન તથા રાઇટસ લી. કૅપની અને બીલ્ડકોન રણજીત કંસ્ટ્રકશન કંપની સામે દાવો દાખલ કરેલ હતો જે રદ કરવા પ્રતિવાદીએ આપેલ અરજીને કોર્ટે રદ કરી હતી આ કામમાં વાદીવતી એડવોકેટ રોહિત ધીયા તથા હર્ષ ધીંયા રોકાયા હતા.

(4:02 pm IST)