Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ચોમાસાની અરબી પાંખ સ્થગિત, છતાં વરસાદી માહોલમાં સુધારો

વેધરઍનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૩ થી ૩૦ જૂન સુધીની આગાહી : દક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારે, ૫૦% સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો હળવો મધ્યમ તો ઍકલ - દોકલ વિસ્તારોમાં ભારે, બાકીના ૫૦% સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો હળવો - મધ્યમ : કચ્છમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસશે : આગોતરૂ ઍઁધાણ : તા.૧ થી ૫ જુલાઈ દરમિયાન ચોમાસાના માહોલમાં સુધારો જાવા મળશે

રાજકોટતા. ૨૩ : દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અરબીની પાંખ સ્થગિત હોવા છતાં વરસાદી માહોલમાં સુધારો જાવા મળશે તેમ વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ‘અકિલા’ સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓઍ જણાવેલ કે ૨૨ જૂન સુધી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ઓવરઓલ અત્યાર સુધી વરસાદની ઘટ્ટ રહી છે. જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૫૩%, ગુજરાત રીજનમાં ૫૨અને ફકત કચ્છની વાત કરીઍ તો ૨૩ જૂન ઍટલે કે આજ દિન સુધીમાં ૭૭ઘટ્ટ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૦૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૫૪ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે તેનાથી વધુ વરસાદ થયેલ છે.

દક્ષિણ પડ્ઢિમ ચોમાસુ ગત ૧૬મીથી અરબી પાંખ પોરબંદરમાં સ્થગિત થયેલ છે. જયારે બંગાળની પાંખ નોર્થ ઍમપી અને યુપી નજીક પહોઁચી છે. આમઅરબીની પાંખ છેલ્લા ૭ દિવસથી આગળ વધી નથી. હાલ ચોમાસુ ૨૨ ડિગ્રી નોર્થ ત્યાંથી પોરબંદરવડોદરાશિવપુરી અને રેવા સુધી છે.

ઍક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી છે. ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલે ઝારખંડદક્ષિણ પૂર્વ યુપી અને ઓડીશાના આસપાસના વિસ્તારમાં છે. જયારે બીજુ ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કિનારાથી પડ્ઢિમે ૩.૧થી ૫.૪ કિ.મી.ના લેવલ ઉપર છે.

આવતા દિવસોમાં અરબી સમુદ્ર વાળુ અપરઍર સાયકલોનીક સરકયુલેશન અને ઓડીશા તેમજ આસપાસના વિસ્તારોવાળુ અપરઍર સાયકલોનીક સરકયુલેશનમાંથી ઍક સરકયુલેશન થશે. જેમાં કયારેક ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન મહારાષ્ટ્ર ઉપર છવાય. આ ઈસ્ટ - વેસ્ટ સીઅર ઝોન આવતા દિવસોમાં ઉત્તર તરફ ગતિ કરશે. જેને આનુસાંગિક સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે.

વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૩ થી ૩૦ જૂન સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કેદક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારેઅમુક દિવસે છૂટોછવાયો તો અમુક દિવસે સાર્વત્રિક વરસાદ પડશે. આગાહીના સમયની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી.મોટા વિસ્તારોમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૫૦ મી.મી. સુધીની શકયતા૫૦સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આગાહીના સમયગાળા દરમિયાન છૂટોછવાયોહળવો મધ્યમઍકલ - દોકલ વિસ્તારોમાં ભારેકુલ ૨૫ થી ૫૦ મી.મી. સુધી તેમજ ઍકલ - દોકલ સેન્ટરોમાં ૭૫ મી.મી.થી વધુબાકીના ૫૦સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયોહળવો મધ્યમ વરસશે જેની કુલ માત્રા ૨૫ મી.મી.મધ્ય ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રા થોડી વધુ જાવા મળશે. જયારે કચ્છમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પડશે. આગાહી ના સમયમાં કુલ માત્રા ૨૫ મી.મી. સુધીની રહેશે.

(2:05 pm IST)