Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સાંઢિયા પુલના સર્વિસ રોડ પાસે છરી મારી હત્‍યાની કોશિષના ગુનામાં આરોપીનો છુટકારો

રાજકોટઃ તા.૨૪  અત્રે સાઢીયા પુલ પાસેના સર્વિસ રોડ પાસે મારી નાખવાની કોષીશના લોહીયાળ જંગમાં આઇ.પી.સી.કલમ ૩૦૭ વિગેરેના ગુનામાં આરોપીને નિર્દોૅર્ષ છોડી મુકવાનો સેશન્‍સ કોર્ટ હુકમ કર્યો હતો.
આ કેસનું ટુકંમા હકીકત એવી છે કે, સન ૨૦૧૦માં રાત્રીના ૧૦.૩૦ વાગ્‍યે હરપાલસિંહ ઝાલા તથા ભરત ભીમભાઇ મારૂને આરોપી કમલેશ કડીયા સાથે અમારા વિશે પોલીસ સ્‍ટેશનમાં ખોટા કેસો કેમ કરેલ છે.? તેમ કહી હરપાલસિંહે આરોપી કમલેશ કડીયાને ગાળો દિધેલ અને કમલેશ કડીયાને કહેલ કે,‘‘ તુ કોઠારીયા ચોકડીએ ચાલ આપણે સમાધાન કરવું છે.'' જેથી કમલેશ કડીયાએ તેની ઓટો રીક્ષા લઇ ને આવું છું તેમ કહેતા હરપાલસિંહએ આ કમલેશની ઓટો રિક્ષા ચાલુ કરી હરપાલસિંહ ઝાલાએ તે રીક્ષા ચલાવી કમલેશ કડીયા તે રીક્ષામાં પાછળ બેસી ગયેલ અને કોઠારીયા ચોકડી બાજુ  ગોંડલ રોડ, સાંઢીયા પુલથી આગળ પીરવાડી તરફ સર્વિસ રોડ તરફ જતા હતા ત્‍યારે રાત્રે ૧૧.૦૦ વાગ્‍યાના અરશામાં આરોપી કમલેશ કડીયાએ છરીનો ઘા વાસામાં મારેલ જેથી હરપાલસિંહે રાડ પાડી રીક્ષા ત્‍યાં ઉભી રાખી દીધેલ ઘા હરપાલસિંહની ડોક ઉપરના આગળના ભાગે તથા ત્રીજો ઘા ડાબા હાથના કાડા ઉપર મારી દીધેલ અને  હરપાલસિંહને ખૂબ જ લોહી નીકળવા લાગતા કમલેશ કડીયો રીક્ષા ત્‍યાજ મુકીને ભાગી ગયેલ અને હરપાલસિહને સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ જે બનાવ અંગે ફરિયાદી ભરતભાઇ ભીભાઇ મારૂ દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આરોપી કમલેશ કડીયા સામે આઇ.પી.સી.કલમ ૩૦૭, ૧૮૮ વિગેરે મુજબનો ગુનો દાખલ કરાવેલ જે ગુના સંબંધે પોલીસને આરોપી કમલેશ સામે પુરતો પુરાવો મળતા ચાર્જસીટ દાખલ કરવામાં આવેલ.
 મુળ ફરીયાદીની આરોપી તરફે ઉલટ તપાસ કરવામાં આવતા મુળ ફરીયાદી દ્વારા આઇ.પી.સી.કલમ ૩૦૭માં કોઇ જ તત્‍વો સાબીત  કરવામાં સફળ થતા જ હોય તથા અન્‍ય સાહસોના પુરાવાઓ પણ વિશ્વાસપાત્ર કુદરતી ભરોસા પાત્ર અને માનવા લાયક હોય તેવું  જણાય આવતું ન હોય તેમજ વૈજ્ઞાનિક પુરાવાથી પણ સમર્થન મળતુ ન હોય જેથી આરોપીને ગુના સાથે સાકળી શકાય નહી તેવું નામદાર સેશન્‍સ કોર્ટ દ્વારા માનવામાં  આવેલ અને આરોપી કમલેશ કડીયાને આઇ.પી.સી.કલમ ૩૦૭ વિગેરે મુજબના ગુન્‍હામાંથી રાજકોટના અધિક સેશન્‍સ જજશ્રી બી.બી.જાદવ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામના આરોપી કમલેશ કડીયા ઉર્ફે કમલેશ દામજી ટાંક તરફે એડવોકેટ તરીકે જીલ્‍લા કાનુની સેવા સતા મંડળ રાજકોટના પેનલ એડવોકેટ સુમીત ડી.વોરા રોકાયલ હતા.

 

(10:59 am IST)