Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા પુરૂષનું મોત નિપજ્‍યું: વાલીવારસની શોધખોળ

ડાયાબીટીસની સારવાર માટે ૮મીએ દાખલ થયા હતાં

રાજકોટ તા. ૨૪: પીડીયુ સિવિલ હોસ્‍પિટલ ખાતે સર્જીકલ વ્‍ભિાગમાં ડાયાબિટીઝ ફૂટની સારવાર માટે બિનવારસી તરીકે તા. ૮/૬ના રોજ એક દર્દીને દાખલ કરવામાં આવ્‍યા હતાં. તેમનું સારવાર દરમિયાન તા. ૨૩/૬ના સવારે સાડા આઠેક વાગ્‍યે મૃત્‍યુ થયું છે. તસ્‍વીરમાં દેખાતાં મૃતક દર્દીના કોઇ સગા સંબંધી વાલીવારસ કે પરિચીત હોય તો હોસ્‍પિટલ પોલીસ ચોકીનો ફોન ૦૨૮૧ ૨૪૪૭૨૯૪ ઉપર સંપર્ક કરવા નિવાસી તબિબી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

(11:46 am IST)