Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગોંડલઃ સડક પીપળીયા પાસે ‘હિટ એન્‍ડ રન'માં ઘવાયેલા રઘુભાઇ સિંધવનું મોત

૧૬મીએ પોતાની ચાની કેબીને જતા હતાં ત્‍યારે અજાણ્‍યો કાર ચાલક ઉલાળીને ભાગી ગયો હતોઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો : ચાર બહેનના એકના એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતાં

રાજકોટ તા. ૨૪: ગોંડલના સડક પીપળીયા ગામે રહેતાં રઘુભાઇ ભીખાભાઇ સિંધવ (ભરવાડ) (ઉ.૩૯)ને અજાણ્‍યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી જતાં રાજકોટ સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સડક પીપળીયા રહેતાં રઘુભાઇને ગામના નેશનલ હાઇવે પર ચાની કેબીન હોઇ ગત ૧૬મીએ સવારે ઘરેથી ચાલીને પોતાની કેબીને જવા નીકળ્‍યા ત્‍યારે હાઇવે પાસે પહોંચતા અજાણ્‍યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર રઘુભાઇ ચાર બહેનના એકના એક ભાઇ અને પરિવારનો આધાર સ્‍તંભ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)