Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભોમેશ્વરના ડીજે સંચાલક મહમદ પર જીલ્લા પંચાયત ચોકમાં મક્‍સુદ અને વ્‍યંઢળનો હુમલો

અગાઉના મનદુઃખનો ખાર રાખી ધોકાવાળીઃ મહમદના પુત્રને પણ ઇજા

રાજકોટ તા. ૨૪: ભોમેશ્વર  પ્‍લોટમાં રહેતાં અને ડીજે સિસ્‍ટમનું સંચાલન કરતાં મહમદ યુસુફભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) પર સાંજે પોણા આઠેક વાગ્‍યે યાજ્ઞિક રોડ જીલ્લા પંચાયત ચોક પાસે મક્‍સુદ શેખ અને તેની સાથેના વ્‍યંઢળે ધોકાથી હુમલો કરી ઢીકાપાટુ પણ મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

મહમદના માતા રસીદાબેને જણાવ્‍યું હતું કે મહમદ, તેનો પુત્ર ઇકબાલ (ઉ.૧૬), ભત્રીજા તોહસીફ (ઉ.૧૭) અને પત્‍નિ રિઝવાના એમ બધા કોઠારીયા સોલવન્‍ટ સગાને ત્‍યાં ટિફીન આપવા ગયા હતાં. ત્‍યાંથી રિક્ષામાં પરત આવતાં હતાં ત્‍યારે જીલ્લા પાંચાયત નજીક મક્‍સુદે પોતાની રિક્ષા આડી નાંખી હતી અને હુમલો કર્યો હતો. તેની સાથેના વ્‍યંઢળે પણ મારકુટ કરી હતી. અગાઉ મહમદની પત્‍નિ રિઝવાના બાબતે મક્‍સુદ સાથે માથાકુટ થઇ તેના મનદુઃખમાં હુમલો થયો હતો.

(12:18 pm IST)