Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

નાફકબ દ્વારા દિલ્હીમાં મળી ગયેલ નેશનલ કોન્કલેવ સમારોહ

અર્થવ્યવસ્થા ક્ષેત્રે ૧૦૦ વર્ષથી વધુ સક્રીય ૧૯૫ અર્બન કો.ઓપરેટીવ બેંકોનું કરાયુ સન્માન

રાજકોટ : નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંકસ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ) દ્વારા ન્યુ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતીમા ં નેશનલ કોન્કલેવનો ભવ્ય સમારોહ યોજાયેલ હતો. તેમાં ભારતીય અર્થવ્યવસ્થામા ૧૦૦ વર્ષથી વધુ સક્રિય કાર્ય કરનાર ૧૯૫ અર્બન કો-ઓપરેટીવ બેંકોનું કેન્દ્રીના રાજયમ ંત્રી ભાવગત કરાડ દ્વારા ગરિમાપૂર્ણ સન્માન કરાયેલ. રાષ્ટ્રીય કોન્કલેવમાં અર્બન કો-ઓપરેટીવ બેંકો માટેનું એક યુનિક છત્ર, અંબ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચનાની સાથે નેશનલ કો-ઓપરેટીવ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીએફડીસી)ની સાથે સહકારી ધિરાણ સમિતિઓના કરારના મુદાઓ સહિતના વિષયો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સહકારી ક્ષેત્રની પ્રસંશા કરતા પ્રાસંગિક ઉદ્દબોધનમા જણાવ્યુ હતુ કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સહકારથી સમૃદ્ઘિ અથવા તો સહકારિતાના માધ્યમથી સમૃદ્ઘિનું આહવાન કર્યુ છે. સમગ્ર સમાજના આર્થિક સમૃદ્ઘિના માગદર્શન માટે કાર્ય કરીએ અને આ માટે સહકાર મંત્રાલય સંપુર્ણ સહયોગ આપશે. નાફકબના અધ્યક્ષ અને સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતાએ ઉપસ્થિત સહકારી માંધાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યુ હતુ કે, એનસીએફડીસીના માધ્યમથી અર્બન કો-ઓપરેટીવ બેંકનું એકત્રીકરણ, અ ંબ્રેલાની છત્ર હેઠળનું આવરણથી, આપણા ખાતેદારોને શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ મેળવી શકશે અને તે થકી અર્બન કો-ઓપરેટીવ બેંકિંગ ક્ષેત્રની સમૃદ્ઘિ, પારદર્શકતા અને સ્થિરતા નિયત થશે. સહુએ એનસીએફડીસી સાથે મળીને કાર્ય કરવુ જોશે. અર્બન બેંકોની ૧૧૫૦૦ શાખાઓ સાથે દેશની પ મુખ્ય બેંકીંગ સંસ્થાઓ પણ સામેલ થશે. આ રાષ્ટ્રીય કોન્કલેવમાં અમિતભાઇ શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી), બી. એલ. વર્મા (કેન્દ્રીય રાજયકક્ષાના સહકારિતા મંત્રી), જ્ઞાનેશ કુમાર આઇએએસ (સચિવ-સહકારિતા મંત્રાલય), કેન્દ્રીય રજીસ્ટ્રાર, દિલીપભાઇ સંઘાણી (અધ્યક્ષ-એનસીયુઆઈઇ), સતીષજી મરાઠે (ડિરેકટર- આર.બી.આઇ.), ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માંથી શેલેષભાઇ ઠાકર (ચેરમેન), ડિરેકટરગણમા ંથી ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, બાવનજીભાઇ મેતલિયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, કાર્તિકેયભાઇ પારેખ, દિનેશભાઇ પાઠક, વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઇઓ) તેમજ ભરતભાઇ કાપડીઆ, વિપુલભાઇ દવે, સાગરભાઇ શાહ, દેશભરના સહકારી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)