Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

માટી વિના મૂલ્યેઃ શાકનું બિયારણ રૂા.પાંચમા

કેસર કલમી આંબાના છોડ રૂા.૧૦૦: ખર ખોડી પાઉડર, ફળ-ફૂલના રોપા, ખાતર, વિવિધ મુખવાસ વગેરે રાહત દરે

રાજકોટ, તા.૨૪: નવરંગ કલબ દ્વારા રવિવારે માટીનું વિનામૂલ્યે વિતરણ, કેસર કલમી આંબા (રૂ.૧૦૦), ચોમાસુ શાકભાજીના બિયારણ (રૂ.૫), જીવંતીકા (ખરખોડી/ડોડી) ના પાવડર નું રાહત દરે વિતરણ, એક્યુ-ેસર સારવાર વિનામૂલ્યે ().  ચોમાસું શાકભાજી ના બિયારણ જેવા કે ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોળી, કારેલાં, ગલકા, તૂરિયા, દૂધી, કાકડી, ચીભડાના નાના પેકેટનું રાહત દરે (રૂ. ૫) વિતરણ. કદમ, ફણસ, ફાલસા, લકી બાંબુ, ઇંગ્લિશ ગુલાબના રોપાનું વિતરણ.

મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને મિકસ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરે નું રોપા ના ૨૫ રૂ લેખે રાહત દરે વિતરણ. આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાતના શાકભાજીના બિયારણ નાના પેક માં મળશે. ફૂલછોડઃ કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાત ના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે. એલોવેરા જેલઃ અલોવેરા જ્યુસ અને સપ્ત્ચુર્ણ રાહત દરે મળશે.

અળસીયાએ બનાવેલ ખાતર (૧ કિલોના ૨૦ રૂ) નું વેચાણ થાય છે.  દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, કેસર અને હાફૂસ કેરી, અથાણાં માટે ગુંદા.

વિવિધ જાત ના દેસી મુખવાસ અને દેસી અથાણાં. છાણિયું ખાતર, લીંબડા નો ગળો, વિવિધ જાત ના કઠોડ, માટી અને પ્લાસ્ટિકના કુંડા.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફથી આપવામાં આવશે.  જીતુભાઈ વિશ્વનીડમ ગુરુકુલમ તરફથી ગીર ગાયની છાસ વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.

આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે. કાર્યક્રમમાં સોસીયલ ડિસટન્સનું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત છે.

રાજકોટઃ ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગનો ખૂણો, તા.૨૬ના સમય સવારે ૮ થી ૧ યોજાશે.

(3:04 pm IST)