Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા યોજાયો ત્રિવિધ સમારોહ

રાજકોટ : ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા સભ્‍ય બુકનું વિમોચન, વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ નોટબુક વિતરણ અને તેજસ્‍વી તારકોનું સન્‍માન એમ ત્રિવિધ સમારોહ તાજેતરમાં યોજાયો હતો. મેયર ડો. પ્રદીપભાઇ ડવ, મહાપાલીકા દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણી, વોર્ડ નં. ૧૩ ના ભાજપ અગ્રણી શૈલેષભાઇ હરીભાઇ ડાંગર, ગુર્જર સુતાર જ્ઞાતિ ગોંડલના પ્રમુખ કીરીટભાઇ ખંભાયતા, મુખ્‍ય દાતા મેહુલભાઇ કલ્‍યાણ હાર્ડવેર સહીતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમનું દીપપ્રાગટય ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અધ્‍યક્ષ અરવિંદભાઇ સોંડાગર, પ્રમુખ રમણીકભાઇ પાટણવાડીયા અને સૌ ટ્રસ્‍ટીઓના હસ્‍તે કરવામાં આવેલ. ગુર્જર સુતાર જ્ઞાતિની વિદ્યાર્થીની કુ. દેવાંગી આશીષભાઇ દેવળીયા (રહે.ગોંડલ) એ તાજેતરમાં ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૯ પી.આર. મેળવી રાજયમાં પ્રથમ સ્‍થાન મેળવવા બદલ પ્રતિભા પુરસ્‍કાર શીલ્‍ડ તથા રોકડ પુરસ્‍કારથી સન્‍માન કરવામાં આવેલ. આ તકે દાતાઓનું પણ શીલ્‍ડ અને સન્‍માનપત્ર આપી સન્‍માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઇ ઉછડીયા, શૈલેષભાઇ માંડવીયા, ખજાનચી વિમલભાઇ સોંડાગર, કમલેશભાઇ સાપરા, સભ્‍ય પ્રફુલભાઇ કરશાળા, સુરેશભાઇ સોંડાગર, રમેશભાઇ સોનીગરા, વિનોદભાઇ ધારૈયા, અશોકભાઇ સોનીગરા, ગોપાલભાઇ ખંભાયતા, જીતેન્‍દ્રભાઇ ધારૈયા અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમણીકભાઇ પટણવાડીયાએ સંભાળ્‍યુ હતુ.

(3:06 pm IST)