Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રવિ-સોમ અયોધ્યામાં રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક

રાજકોટ તા. ૨૪ : અયોધ્યામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક તા. ૨૬ અને ૨૩ ના યોજવામાં આવેલ  છે. ત્યારે આ બેઠક પૂર્વે કાલે તા. ૨૫ ના સ્વતંત્રતા અમૃત મહોત્સવ સમિતિની એક બેઠક યોજવામા આવી હોવાનું ડો. મૃણાલીનીબેન ઠાકરની યાદીમાં જણાવાયુ છે.

દેશમાં કુલ ૧ લાખ જેટલા વિદ્યાલયોમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રી શૈક્ષણિક મહાસંઘ પ્રાથમિક સચિવ તેમજ ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડો. રોહીત એન. દેસાઇ, મહામંત્રી ડો. નિર્મલસિંહ ઝાલા ભાગ લેશે. ઉપરાંત મહાસંઘના બધા જ રાજયોના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં રાષ્ટ્રીયકક્ષાએથી કેન્દ્ર સરકારમાંથી જ પુનઃ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે કાયદો ઘડવામાં આવે તેવી માંગણી ભારપૂર્વક રજુ કરાશે. તેમ ડો. મૃણાલીનીબેન ઠાકરની યાદીમાં જણાવાયુ છે.

(4:07 pm IST)