Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર

રાજકોટઃ હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગ્રાહકોને છેતરપિંડી વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટેની યોગ્‍ય જાણકારી નથી હોતી ત્‍યારે લેભાગુ તત્‍વો તેનો ફાયદો ઉઠાવતાં હોય છે. ત્‍યારે છેતરપિંડી વિરુદ્ધ ગ્રાહકો અવાજ ઉઠાવવા માટે જાગળત બને તે માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગળતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ દ્વારા યોગ્‍ય માર્ગદર્શન અને માહિતી પિરસવામાં આવી હતી.શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ  સરદાર પટેલ ભવન ખાતે ગ્રાહક સુરક્ષા જાગળતિ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્‍ય)ના પ્રમુખ જજ પી.સી.રાવલ, સભ્‍ય એમ.એસ. ભટ્ટ, કે.પી. સચદેવ, રાજકોટ જિલ્લા ગ્રાહક કમિશન( એડિશનલ)ના પ્રમુખ જજ કે.એમ.દવે, સભ્‍ય ટી.જે. સાંકળા, પી.એમ.પરીખ દ્વારા ઉપસ્‍થિત મહિલાઓને ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.જજ સાહેબ દ્વારા જણાવાયું હતું કે, હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ગ્રાહકોને ઘણી વખત આ છેતરપિંડી સામે કેવી રીતે કાયદાકીય લડત ચલાવવી તેની યોગ્‍ય માહિતી હોતી નથી. ત્‍યારે આવા ગ્રાહકો જો ગ્રાહક સુરક્ષા કોર્ટનો સંપર્ક કરે તો તેમને ઝડપથી ન્‍યાય મળી શકે છે. અને ગ્રાહક સુરક્ષા કોર્ટ ગ્રાહકોને ન્‍યાય અપાવે છે. આ ઉપરાંત નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું કે, ખરીદી કરતી વખતે ઘણી બધી વસ્‍તુઓનું ધ્‍યાન રાખવું પડે છે, જેમ કે, ખરીદીનું બિલ લેવું, ખરીદી કરતી વખતે પેકિંગ પર છપાયેલી તમામ વસ્‍તુઓની તપાસ કરી લેવી વગેરે... આ ઉપરાંત હાલમાં ઓનલાઈન ખરીદીમાં પણ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. વીમા સંબંધી તકરારો પણ થતી હોય છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી પણ ઘણા ગ્રાહકો ભરમાઈ જતાં હોય છે. ત્‍યારે આવી બધી બાબતોનું ધ્‍યાન રાખી જાગળત બનીને જ ખરીદી કરવી જોઈએ તેમ નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું. ગ્રાહક સુરક્ષા જાગળતિ સેમિનારમાં ઉપસ્‍થિત રહીને યોગ્‍ય માર્ગદર્શન અને માહિતી આપનાર તમામ નિષ્‍ણાતોને શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા ખોડલધામનું શ્રીયંત્ર આપીને સન્‍માનિત કરાયા હતા આ સેમિનારમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન મેળવ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(3:06 pm IST)