Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગો- કૃષિ ગૃહ ઉદ્યોગ સંઘની સ્‍થાપના સાથે ગ્રામવિકાસ ક્ષેત્રે નૂતન યોજનાનો પ્રારંભ

ફલોટેકના આંગણે મનસુખભાઈ સુવાગીયાની અધ્‍યક્ષતામાં મળી ગયેલ સેમીનાર

રાજકોટઃ જળક્રાંતિ, ગીર- કાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્‍યગ્રામ યોજનાના પ્રણેતામ મનસુખભાઈ સુવાગીયાએ ફેકટરી- ઘર- આરામ- મનોરંજન ત્‍યાગીને યુવાનીના ૨૪ વર્ષ રાષ્‍ટ્રને સમર્પિત કરીને યોજનાઓનો રાષ્‍ટ્રમાં વિસ્‍તાર કર્યો. ત્‍યારે સ્‍વાર્થી અને લુચ્‍ચા તત્‍વોએ ગાયના ઘી-પ્રાકળતિક કળષિ ઉત્‍પાદનોમાં ભેળસેળ, નવા કિસાનોનું શોષણ,  આયુર્વેદ ડોક્‍ટરોને ત્‍યાં ઔષધિય ઘીનું વાસ્‍તવિક મૂલ્‍ય ૩ થી પ હજાર છે તેના ૫૦ હજારથી બે લાખ રૂ.ની લુંટ દ્વારા લોકોને-સરકારને ગુમરાહ કર્યાની ઘટનાઓથી ગોપાલના- પ્રકળતિક કળષિ ઉપર ગંભીર ખતરો સર્જાતા તેના નિવારણ માટે મનસુખભાઇ સુવાગીયાએ ગો-કળષિ ગળહ ઉદ્યોગ સંઘની નવી યોજના બનાવી છે.

મનસુખભાઇની ફ્‌લોટેક પંપ કંપનીમાં ગો-કળષિ ગૃહ ઉધોગ સંઘ સેમિનારનું આ યોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મનસુખભાઇ સુવાગીયાએ ગીર-કાંકરેજ ગોક્રાંતિ અને ગાય આધારિત પ્રાકળતિક કળષિની સફળતા તેની પાછળ ઉભા થયેલા પ્રશ્નો અને ગો-કળષિ ગૃહ ઉદ્યોગ સંઘ દ્વારા તેનું નિવારણ તેમજ દેશી ગોપાલન-ગાય આધારિત પ્રાકળતિક કળષિનો રાષ્‍ટ્ર વ્‍યાપી વિસ્‍તારની નવી યોજના રજુ કરી હતી.

ગુજરાતના કર્મયોગી કિસાનો-ગોપાલકોએ આ નૂતન યોજનાને સ્‍વીકારીને સફળ કરવાનો સંકલ્‍પ કર્યો હતો.

ઉમદા ઉદ્દેશ અને બંધારણ મુજબ કર્મયોગી અને નિષ્ઠાવાન ૧૧ કાર્યકારી સભ્‍યોના સંઘની સ્‍થાપના કરાશે. ગામ-પ્રદેશના કિસાનોને સંઘના સભ્‍યો બનાવાશે. સંઘ પાસેથી ગ્રાહકો સર્ટિફાઇડ અનેક વસ્‍તુઓ ખરીદી શકશે. ગુજરાત અને દેશના તમામ સંઘને જળક્રાંતિ ટ્રસ્‍ટ જરૂરી તાલીમ આપશે.

આ પ્રસંગે એનિમલ વેલ્‍ફેર બોર્ડના ડીરેક્‍ટર દિલીપભાઈ શાહ, ભારતીય કિસાન સંઘના રાષ્‍ટ્રીય સભ્‍ય વિઠલભાઈ દૂધાત્રા, ગોસેવા ગતિવિધી ગુજરાતના અધ્‍યક્ષ ઘનશ્‍યામભાઇ સીતાપરા અને સંસ્‍કળતિ આર્ય ગુરુકુલના સ્‍થાપક મેહલભાઇ આચાર્યએ ગો-કળષિ ગળહ ઉદ્યોગ સંઘની નવી યોજનાને ગાય-ગોપાલકો-કળષિ-કિસાનોની તારણહાર, ગાય આધારિત પ્રાકળતિક કળષિને રાષ્‍ટ્ર વ્‍યાપી સફળ કરનાર તેમજ ભેળસેળ- દગાખોરી-ઉઘાડો લુંટની નિવારક રાષ્‍ટ્ર કલ્‍યાણકારી યોજના ગણાવી હતી. વેદધર્મ મુજબ સત્‍ય અને સામૂહિક વિકાસને સાથ તેમજ દૂષેનો બહિષ્‍કારની અપિલ કરી હતી.

ગાય-પ્રાકળતિક પદાર્થો અને ઔષધિય ઘીના નામે ઉઘાડી લુંટ-ભેળસેળ કરનારા તત્‍વો સામે પગલાં લેવા અને તેઓને સામાજીક બહિષ્‍કાર કરવાનો સંકલ્‍પ લેવાયો હતો. આ બાબતે ૨૦૦ અગ્રણીઓની સહી સાથે રાજ્‍યપાલ, મુખ્‍યમંત્રી, કેન્‍દ્રિય અને રાજ્‍ય કળષિ-પશુપાલન મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે.

(3:06 pm IST)