Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રીલાયન્‍સ જન. ઇન્‍સ્‍યો. કંપનીને કલેઇમની રકમ વ્‍યાજ ખર્ચ સહિત ચુકવવા આદેશ

રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ફરિયાદીની તરફેણમાં હુકમ

રાજકોટ તા. ર૪: રીલાયન્‍સ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને કલેઇમ મુજબની રકમ ૬ ટકા વ્‍યાજ ખર્ચ સહીત ચુકવવા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે અલગ અલગ બે કેસોમાં હુકમ કર્યો છે.
આ બંને ફરિયાદની ટુંકમાં હકિકત એવી છે કે આ કામના ફરિયાદી જયેશભાઇ હીરાભાઇ જગડા પોતાનું બચત ખાતુ બેંક ઓફ બરોડા પરાબજાર શાખામાં વષોૅથી ધરાવતા હોય જેથી બેંકની મેડિકલ પોલીસીની જાહેરાત મુજબ સને-ર૦૦૯ થી નેશનલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની લી.માં મેડિકલ પોલીસી લેવામાં આવેલ, ત્‍યારબાદ સદરહું બેંકનું ટાયપ (કોલોબ્રેશન) રીલાયન્‍સ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની સાથે થતા મેડિકલ પોલીસી અરજદાર દ્વારા તે કંપનીમાં સ્‍વીચઓવર કરવામાં આવેલ.
ત્‍યારબાદ ફરિયાદી દ્વારા તા. ૧૬-૧ર-ર૦૧૯ના રોજ આંખની સર્જરી કરવામાં આવેલ. સર્જરી અંગેનો ખર્ચનો કલેઇમ ડિસ્‍ચાર્જ સમરી, બીલો, રીસીપ્‍ટ તથા અલગ-અલગ રીપોર્ટસ સારવારને લગતા કાગળો ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીમાં મુકતા કંપની મારફત કોઇપણ પ્રકારનો પ્રત્‍યુતમ આપવામાં આવેલ નહીં. જેથી ફરિયાદી દ્વારા ઇ-મેઇલ કરાતા કલેઇમ ના-મંજુર થયાનું જણાવેલ જેથી ફરિયાદી દ્વારા વધુ એક આંખની સર્જ
રી તા. રર-૦ર-ર૦ર૦ના રોજ ડો. મુકેશ પોસ્‍વાલ રેટીના હોસ્‍પિટલમાં કરાવવામાં આવેલ અને સદરહું કલેઇમ અંગેની જાણ કરેલ તથા જરૂરી પેપર્સ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને આપેલ હોવા છતાં ઇન્‍સ્‍યોરન્‍સ કંપની દ્વારા ખોટી રીતે ખોટા કારણો બતાવી સદરહું કલેઇમ ના-મંજુર કરવામાં આવેલ.
આથી ફરિયાદીએ વકિલ મારફત ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને લીગલ નોટીસ પાઠવેલ છતાં ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીનો કોઇપણ પ્રત્‍યુતર ન મળતા ફરિયાદીએ વકિલ પરેશ એન. કુકડીયા મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ઉપરોકત બન્‍ને કલેઇમ અંગેની ફરિયાદ દાખલ કરેલી.
ઉપરોકત બન્‍ને ફરિયાદો ચાલતા ફરિયાદી તથા સામાવાળા પક્ષે રજુ રાખેલા દસ્‍તાવેજી પુરાવાઓ, લેખિત રજુઆતો, મૌખિક રજુઆતો તથા ફરિયાદીના વકિલશ્રીની તર્કસંગત તેમજ વિવિધ ઉચ્‍ચ અદાલતોના ચુકાદાઓને ધ્‍યાને રાખીને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના કોરમ દ્વારા આ કામના સામાવાળા રીલાયન્‍સ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને ફરિયાદીના ઉપરોકત બન્‍ને કલેઇમ મુજબની રકમ અનુક્રમે રૂા. રપ,૬૮૮/- તથા રૂા. રપ,૯૪૦/- દાખલ અરજી તારીખથી ૬% ના ચડત વ્‍યાજ સાથે ચુકવવાનો તથા બન્‍ને અરજી ખર્ચ પેટે પાંચ-પાંચ હજાર ચુકવવાનો હુકમ કર્યો હતો.
આ કામમાં ફરિયાદી વતી રાજકોટના જાણીતા વકિલશ્રી પરેશ એન. કુકડીયા, અનિમેષ એન. ચૌહાણ, સુહેલ એ. પઠાણ, જયદીપ એમ. કુકડીયા, પાર્થ બી. કોટક તથા સહાયક તરીકે વિશાલ જોગરાણા રોકાયેલા હતા.

 

(3:08 pm IST)