Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વ્‍યાજની રકમ વસુલવા આપઘાતની ફરજ પાડવાના ગુન્‍હામાં આરોપીના આગોતરા મંજુર

રાજકોટ તા.ર૪ : વ્‍યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી આપઘાત કરવાની ફરજ પાડવાના ગુન્‍હામાં ભરવાડ શખ્‍સનો આગોતરા જામીન ઉપર છુટકારો સેસન્‍સ કોર્ટે ફરમાવેલ હતો.
રાજકોટમાં રહેતા કાજલબેન મનોજભાઇ વૈઠાએ આજીડેમ પોલીસ સ્‍ટેશન, રાજકોટમાં તા.૩૧/પ/ર૦રર ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે તેઓના પતિ મરણ જનાર મનોજભાઇ જયંતીભાઇ વૈઠાએ ધંધા અર્થે બચુભાઇ બોરીચા (ભરવાડ) પાસેથી રૂા.૪૦,૦૦૦ ર૦%ના વ્‍યાજ દરે હાથ ઉછીના લીધેલા હતા તેનું વ્‍યાજ દર માસના રૂા.૮,૦૦૦ બચુભાઇ બોરીયાને ચુકવતા હતા અને ત્‍યારબાદ નાણાની વધુ જરૂરીયાત ઉભી થતા બચુભાઇ બોરીચા પાસેથી રૂા.ર,૦૦,૦૦૦ દરરોજના રૂા.૩,૦૦૦ ના વ્‍યાજ લેખે લીધેલ હતા તેમજ ભાણાભાઇ આહીર પાસેથી રૂા.૪૪૦૦૦ ૧પ%ના દરે સુરેશભાઇ ભરવાડ પાસેથી રૂા.૩૦,૦૦૦ અઠવાડીયાના રૂા.૪૦૦૦ વ્‍યાજે લીધેલ  હતા થોડા દિવસ બાદ મારા પતિનો ધંધો બરોબર ચાલતો ન હોય વ્‍યાજની રકમ ચુકવતા ન હતા જેથી આ ગુન્‍હાના ચારેય આરોપીઓ અવાર નવાર ઘરે આવી મારા પતિને ધમકાવતા હતા અને જો વ્‍યાજ નહી આપો તો મારી નાંખીશ તેવી ધમકીઓ આપતા હતા જેથી મારા પતિને આ ચારેયના ત્રાસથી આપઘાત કરવાની ફરજ પડેલ હતી. જે મતલબની ફરીયાદ ફરીયાદીએ નોંધાવેલી હતી.
આ બનાવ સંબંધે આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા આઇ.પી.સી.કલમ ૩ર૩, પ૦૪, ૩૦૬, પ૦૬, (ર), ૧૧૪ તથા ગુજરાત મનીલોન્‍ડરીંગ એકટની કલમ પ,૪૦,૪ર મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જેથી આપઘાતના દુષ્‍પ્રેરણ તેમજ ખુનની ધમકીનો અને વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરવાનો ગુન્‍હો નોંધાયો હતો.
ઉપરોકત ગુન્‍હા સંબંધે આરોપી અજય ઉર્ફે સુરેશ ઓધડભાઇ ગોલતર (ભરવાડ) દ્વારા નામાદાર સેશન્‍સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવેલી હતી જેને સેસન્‍સ અદાલતે તપાસના કાગળો બચાવ પક્ષની રજુઆતો અને કાયદાકીય પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ આરોપી અજય ઉર્ફે સુરેશ ઓધડભાઇ ગોલતર (ભરવાડ) ને આગોતરા જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છ.ે
આ કામમાં બચાવ પક્ષે ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દીપ વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

 

(3:10 pm IST)