Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાજપ દ્વારા કટોકટી દિવસ અંતર્ગત તમામ વોર્ડમાં ધરણાઃ કાર્યાલયમાં વકતવ્‍ય

રાજકોટ,તા. ૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે તા.રપ જૂન ૧૯૭પના રોજ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કટોકટી લાદી લોકશાહીના મુલ્‍યોને ખતમ કરવામાં આવ્‍યા હતા.આ કટોકટીના કાળની યાદ અપાવવા શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.રપ જૂન, સાંજે ૬ કલાકે શહેરના તમામ વોર્ડમાં ધરણા કરાશે. જેમાં વોર્ડ-૧માં નાણાવટી ચોક, વોર્ડ-રમાં રામેશ્‍વર ચોક, વોર્ડ-૩માં આંબલીયા હનુમાન, વોર્ડ-૪માં  જકાતનાકા મોરબી રોડ, વોર્ડ-પમાં પારૂલ બગીચો, વોર્ડ-૬માં જીનીવા ચોક સંત કબીર રોડ, વોર્ડ-૭માં કીસાનપરા ચોક, વોર્ડ-૮માં કોટેચા ચોક, વોર્ડ-૯માં રૈયા ચોકડી,  વોર્ડ-૧૦માં ઈન્‍દીરા ચોક, વોર્ડ-૧૧માં મવડી ચોક, વોર્ડ-૧રમાં ઉમીયા ચોક, વોર્ડ-૧૩માં સ્‍વામીનારાયણ ચોક, વોર્ડ-૧૪માં પવનપુત્ર ચોક, વોર્ડ-૧પ ખોડીયાર પરા, વોર્ડ-૧૬માં કેદારનાથ ગેઈટ, વોર્ડ-૧૭માં ભકિત હોલ સહકાર રોડ, વોર્ડ-૧૮માં શીવભવાની ચોક, કોઠારીયા ગામ ખાતે ધરણા યોજાશે. તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ શાહ દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે  સાંજે ૭ વાગ્‍યે યુવા ભાજપના કાર્યકર્તાઓને વકતવ્‍ય આપશે.

(3:10 pm IST)