Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મોટા કારખાનાઓ ઉપર તૂટી પડતુ વીજતંત્ર ૧૪ ઔદ્યોગિક વિસ્‍તારોમાં ૪૬ ટીમોના દરોડા

૮ ફીડર ક્ષેત્રો આવરી લેવાયા : વિડીયોગ્રાફર - પોલીસ - એક્‍સ આર્મીમેનની ટીમો સાથે

રાજકોટ તા. ૨૪ : રાજકોટ શહેરમાં સતત પાંચમાં દિવસે વીજચોરી ઝડપી લેવા ધોંસ બોલાવાઇ છે. રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવીઝન-૩ હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

વાવડી સબ ડિવિઝન ક્ષેત્રમાં આવરી લેવામાં આવેલ વિસ્‍તારોમાં જે કે ઇન્‍ડસ્‍ટ્રીઝ, મારૂતિ ઇન્‍ડ., નટરાજ ઇન્‍ડસ્‍ટ્રીઝ, વાવડી ઇન્‍ડ., બાલાજી ઇન્‍ડ., સરદાર ઇન્‍ડ., ગોલ્‍ડન ઇન, રાણી ઇન્‍ડ. વગેરે તથા ખોખળદળ સબ ડિવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્‍તારોમાં સહજાનંદ ઇન્‍ડ., કિશન ઇન્‍ડ., બજરંગ ઇન્‍ડ., જયનાથ ઇન્‍ડ., લોઠડા ઇન્‍ડ., મારૂતિ ઇન્‍ડ. ક્ષેત્રમાં ૪૬ ટીમોએ દરોડા પાડયા હતા.

(3:17 pm IST)