Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પીજીવીસીએલ કુસુમ યોજના હેઠળ ૬૦૦ મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરશે

પહેલા તબક્કામાં રાજકોટ - અમરેલી -બોટાદ - ભાવનગર - જૂનાગઢ - પોરબંદર - સુરેન્દ્રનગરને આવરી લેતુ તંત્ર : કુલ ૧ લાખ ૮૨ હજાર ખેતીવાડી વીજ જોડાણોને સોલરાઇઝ કરવામાં આવશે : ૫૫ પ્લાન્ટ બનાવવા ટેન્ડર બહાર પડાયુ

રાજકોટ તા. ૨૪ : સોલાર રૂફટોપ યોજનાની ભવ્ય સફળતા બાદ પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ ૬૦૦ મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના પ્ફય્ચ્ વિભાગ હેઠળ ભ્પ્-ધ્શ્લ્શ્પ્ (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન) યોજનાના કમ્પોનન્ટ – ઘ્ હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશન યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. સદર યોજના હેઠળ ૬૬ કેવી સબસ્ટેશનમાંથી નીકળતા સિલેકટેડ ખેતીવાડી ફીડરોનું જૂથ બનાવીને ૧ થી ૪ મેગા વોટની મર્યાદામાં સોલાર પાવર પ્લાન્ટ જે-તે વિસ્તારના આશરે ૫ (પાંચ) કિમી ની મર્યાદામાં બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને પ્રથમ તબક્કામાં આવા કુલ ૫૫ (પંચાવન) પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર પીજીવીસીએલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.  

આ યોજનામાં ૧ થી ૪ મેગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરવા માટે આ પ્રકારના કામની અનુભવી એજન્સીઓ પાસેથી ૨૫ વર્ષ ના કરાર પેટે ડેવલોપર પાસેથી ભાવ મંગાવવામાં આવેલ છે. ડેવલોપર દ્વારા પ્લાન્ટની કામગીરી આશરે ૯ (નવ) માસમાં પૂર્ણ કરવાની રહેશે અને કામગીરી પૂર્ણ થયે પ્લાન્ટની કેપેસીટી મુજબ પ્રતિ ૧ મેગાવોટ દિઠ રૂ. ૧.૦૫ કરોડ લેખે સદર સ્કીમના નિયમોને આધીન સબસીડી ની ચુકવણી કરવામાં આવશે તથા તેના અનુસંધાને ડેવલોપર એજન્સીઓએ ૨૫ વર્ષ સુધી શોધિત / કરારિત / મંજુર થયેલ ભાવે સોલાર વીજ ઉત્પાદન જે તે સબસ્ટેશનમાં ૧૧ કેવી લાઈન દ્વારા પહોચાડવાનું રહેશે.

પીજીવીસીએલ દ્વારા હાલમાં પ્રથમ તબક્કામાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર વિસ્તારમાં ૫૫ (પંચાવન) સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૬૭ ખેતીવાડી ફીડરોના આશરે ૫૬,૯૫૦ ખેતીવાડી વીજ જોડાણોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ૫૫ સોલાર પ્લાન્ટ થકી આશરે ૧૪૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. આ ઉપરાંત તબક્કાવાર ૧,૮૨,૫૦૦ ખેતીવાડી વીજ ગ્રાહકોના વીજ જોડાણો (૭.૫ ણ્ભ્ સુધીના) ને સોલરાઈઝ કરવાનું આયોજન કરેલ છે જેના થકી આશરે ૬૦૦ મેગવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાશે. ત્યારબાદ આવતા એક મહિનામાં આશરે ૪૬૦ મેગાવોટની ક્ષમતા સાથેના વધુ ૧૫૦૦ સોલાર પ્લાન્ટ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ યોજનાથી ખેતીવાડી ક્ષેત્રની વીજ માંગને દિવસ દરમ્યાન સંતોષવામાં મદદ મળશે.

અગાઉ ભ્પ્-ધ્શ્લ્શ્પ્-ઘ્ ફીડર લેવલ સોલરાઈઝેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ત્રણ ફીડરોનો સમાવેશ કરીને ૧.૨૦૬ મેગાવોટ સોલાર પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત ૬૮૪ ખેતીવાડી વીજગ્રાહકોનો સમાવેશ કરવામાં આવેલ, આ ટેન્ડર હાલ મંજુરી પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં મંજુર થયે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા બાબતની આગળની કાર્યવાહી જે તે સોલાર એજન્સી દ્વારા શરુ કરી દેવામાં આવશે.

પીજીવીસીએલ દ્વારા ટેન્ડર ભરવાની તા. ૧૨.૦૭.૨૦૨૨, ડોકયુમેન્ટ પહોચાડવાની તા. ૧૬.૦૭.૨૦૨૨, પ્રીલીમીનરી બીડ ખોલવાની તા. ૧૮.૦૭.૨૦૨૨, ટેકનીકલ બીડ ખોલવાની તા. ૧૯.૦૭.૨૦૨૨ તેમજ પ્રાઈસ બીડ ખોલવાની તા. ૨૧.૦૭.૨૦૨૨ રાખવામાં આવેલ છે. ટેન્ડર અંગેની પ્રી-બીડ મીટીંગનું આયોજન તા. ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં કુલ ૫૫ (પંચાવન) સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવનાર છે જેની સર્કલ પ્રમાણે જોઇએ તો અમરેલી ૬, બોટાદ ૭, ભાવનગર ૯, જામનગર ૩, જુનાગઢ ૭,  પોરબંદર ૧૪, રાજકોટ ગ્રામ્ય ૭,  સુરેન્દ્રનગર ૨ નો સમાવેશ થાય છે.

(3:17 pm IST)