Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અશાંતધારાની થોકબંધ અરજીઓ પેન્‍ડીંગ! અરજદારોને ધરમના ધકકા

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સીટી પ્રાંત-૧ કચેરીમાં અશાંતધારાની થોકબંધ અરજીઓ સંબંધીત અધિકારીના સહીઓના વિલંબના કારણે પેન્‍ડીંગ રહેતા અરજદારોને રોજ ધકકા થતા હોવાની વ્‍યાપક ફરીયાદો ઉઠી છે. અગાઉ અશાંતધારાની અરજી ૧પ દિ' માં મંજૂર થઇ જતી હતી પણ છેલ્લા ર૦ દિવસથી એક પણ અશાંતધારાની અરજી મંજૂર ન થતા પક્ષકારોમાં દેકારો બોલી ગયો  છે.  આ અંગે જીલ્લા કલેકટર તપાસ કરી યોગ્‍ય કાર્યવાહી કરે તેવી પક્ષકારોમાં માંગણી ઉઠી છે. 

(3:36 pm IST)