Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મિરામ્‍બિકા કોલેજનું બીબીએ- બીસીએ સેમેસ્‍ટર-૪નું રેકોર્ડબ્રેક પરિણામ

રાજકોટઃ હાલમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા બીબીએ-બીસીએ બંને સેમેસ્‍ટર-૪ નું રિઝલ્‍ટ જાહેર કરવામાં આવ્‍યું જેમાં મિરામ્‍બિકા કોલેજમાં ચાલતા બીસીએના વિદ્યાર્થીઓ નકુમ ભારતી એ - ૭૯%, પરિમાર ચિરાગ વી.-૭૭.૬૭% જસાણી ચારૂ એમ. ૭૭.૫૦% તેમજ બીબીએના વિદ્યાર્થીઓ અંચવાડીયા જય એ -૭૭%, લાઠીયા અભિષેક એસ.૭૨ % જાડેજા અંકિતાનાબા ડી. ૭૦% મેળવેલ છે. શ્રેષ્‍ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનેં કોલેજ પરિવારના મોભી બી.ડી.જાડેજા સાહેબ, ટ્રસ્‍ટીઓ, કોલેજના હેડ મિતેશ ચાવડા તેમજ સ્‍ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્‍યા છે. પ્રવેશ મેળવવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓએ મો. ૯૪૨૮૪ ૬૩૩૦૦  ઉપર સંપર્ક કરવા કોલેજની એક યાદીમાં જણાવ્‍યું છે.

(3:53 pm IST)