Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાજકોટ આરટીઓમાં ૯ નંબર માટે એક લાખ ૬ર હજારની બોલી લાગી!

ટુવ્‍હીલરની નવી સીરીઝ જીજે ૦૩-એમકેમાં પસંદગીના નંબરોની ફાળવણી : ૧૧૮પ વાહન માલીકોએ આપેલી ઓફરથી આરટીઓને ૪૧ લાખની કમાણી

રાજકોટ, તા., ૨૪: રાજકોટના વાહન માલીકો પોતાના ફોર વ્‍હીલર  કે ટુ વ્‍હીલર માટે પસંદગીના નંબરો મેળવવા  લાખો રૂપીયા ખર્ચી નાખતા અચકાતા નથી. આ વખતે પણ વાહન માલીકોના પસંદગીના નંબરો માટેનો શોખ રાજકોટ આરટીઓને આશરે ૪૧ લાખની કમાણી કરાવી ગયો છે. ગઇકાલે જી.જે. ૦૩ એમ કે સીરીઝમાં  ટુવ્‍હીલર માટે પસંદગીના નંબરોના બીડ એઆરટીઓ લાઠીયાએ ખોલ્‍યા હતા. જેમાં ૯ નંબર માટે એક લાખ ૬ર હજાર, ૪૭ નંબર માટે ૯૦ હજાર, ૧૧૧૧ નંબર માટે ૮પ હજાર, ૦૦૦૧ માટે ૮૪ હજાર, ૪ નંબર માટે ૮૩,પ૦૦, ૭ નંબર માટે ૬૭ હજાર, પ નંબર માટે પ૧ હજાર, ૮ નંબર માટે પ૦,પ૦૦, ૭૭ નંબર માટે ૪૯ હજાર,  ૪૭૪૭ નંબર માટે ૪૦ હજાર જેટલી ઉંચી બોલી ખુલી હતી. આ સિવાય બધા મળી ૧૦૦૦ થી વધુ બીડ ખોલાયા હતા. જેમા આરટીઓને ૪૧ લાખથી વધુ આવક થવાની  સંભાવના છે.

 

(4:34 pm IST)