Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોલીસ હેડકવાર્ટરના ગેઇટ પર રાતે કડક ચેકીંગઃ એક યુવાન દારૂ સાથે પકડાયો

એસીપી બારીયાની સુચનાથી પીઆઇ કોટડીયા અને ટીમ ઓચિંતુ ચેકીંગ કરશે

રાજકોટ તા. ૨૪: શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે રાત્રીના પણ કડક ચેકીંગ કરવામાં આવે છે. બે દિવસ પહેલા એમટી વિભાગ પાછળ મોડી રાતે બે શખ્સ નશો કરેલી હાલતમાં પકડાઇ ગયા હતાં. ગત રાતે અગિયારેક વાગ્યે હેડકવાર્ટરના મુખ્ય ગેઇટ પર ચેકીંગ વખતે એક શખ્સના બાઇકના થેલામાંથી દારૂ મળતાં કાર્યવાહી કરાઇ હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સર, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના હુકમ અને  ડીસીપી ઝોન-૨ મનોહર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડકવાર્ટર એસીપી જી. એસ. બારીયાની સુચનાથી  રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર મયુર કોટડીયા સર અને ટીમ દ્વારા પોલીસ હેડ કવાટર્સ ના મુખ્ય ગેટ પાસે રાત્રે ૧૧થી તમામ વાહનો ચેક કરવાની સૂચના અન્વયે વાહન ચેકિંગ દરમિયાન રાત્રીના એક વાગ્યાના અરસામાં સ્પ્લેન્ડર બાઇક સાથે આવેલા ક્રિપાલસિંહ મુકેશસિંહ પરમાર (ઉ.૨૫-રહે વૃંદાવન સોસાયટી દોઢસો ફૂટ રીંગ રોડ)ના બાઇકના થેલામાંથી ૨૦૦ મી.લી. દારૂ મળતાં કબ્જેક રી પ્ર.નગરમાં ગુનો દાખલ કરાવી ધરપકડ કરાઇ હતી. આ શખ્સ ડ્રાઇવીંગ કરે છે. મિત્રને મળવા હેડકવાર્ટરમાં આવી રહ્યો હતો.

આ કામગીરી પીઆઇ મયુર કોટડીયા  સાથે બીપીનભાઇ પટેલ, ધર્મેશભાઈ રંગાણી, વિક્રમભાઇ ડાંગર અને જયદીપસિંહ જાડેજાએ કરી હતી. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ આગળની કાર્યવાહી કરી હતી.

(1:11 pm IST)