Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

''મંદી છે, હા!'' કોમેડી સોન્ગ કાલે થશે સ્ટ્રીમ

આકાર ઈવેન્ટ્સ તથા મૃણાલિની ભટ્ટ દ્વારા નિર્મિત : હાસ્યકલાકાર ગુણવંત ચુડાસમાનું વધુ એક હાસ્યગીત ''ગુજજુ ભાઈ'' યુટ્યુબ ચેનલ પર થશે રજૂઃ નયન ભટ્ટનું દિગ્દર્શન

રાજકોટઃ કોઈને પૂછીએ કે , ''શું કયે ધંધા પાણી?'' એટલે યુનિવર્સલી એક જ જવાબ મળે- ''હમણાં મંદી છે, હો!'' આ મંદી જેવા સદાબહાર વિષય પર હાસ્યકલાકાર ગુણવંત ચુડાસમાનું  હળવું ફૂલ ગીત ''મંદી છે , હા !'' આવતીકાલે રવિવારે સ્ટ્રીમ થવા જઇ રહ્યું છે.

આકાર ઇવેન્ટ્સ અને રંગભૂમિના દિગ્ગજ અભિનેત્રી મૃણાલિની ભટ્ટ દ્વારા આ ગીતનું નિર્માણ થયું છે.  રંગભૂમિનું ખુબજ જાણીતું નામ તથા અનેક નાટક, ટીવી સિરિયલ્સ, ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન દ્વારા લોકપ્રિય બનેલા નયન ભટ્ટે આ ગીતનું દિગ્દર્શન કર્યું છે. ગીતના શબ્દો પ્રકાશ પરમારના છે. અને ''મંદી છે..હા...!'' આ કોમેડી સોન્ગને સ્વર મળ્યો છે જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર ગુણવંત ચુડાસમાનો. ઉલ્લેખનીય છે કે લોક ડાયરા તથા હસાયરા દ્વારા લોકચાહના  પ્રાપ્ત કરનાર ગુણવંત ચુડાસમાએ હાસ્યગીતોનો પ્રયોગ કરી નવો ચીલો ચાતર્યો છે.

''મંદી છે..હા..!'' આ ગીત યુટ્યુબ ચેનલ ''ગુજ્જુ ભાઇ'' પર કાલે રવિવારે સ્ટ્રીમ થશે. આ ગીત સાથે જોડાયેલી સમગ્ર ટીમે ગીતને આવકારવા તમામ હાસ્યપ્રેેમી ગુજરાતીઓને હાકલ કરી છે. http://youtube.com/c/( gujjubhaivideo.

(1:16 pm IST)