Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગવરીદળમાં વરસાદથી ખુશી

રાજકોટઃ આજથી ત્રણ દિવસ સતત વરસાદ પડશે તેવી અગાઉ થયેલી આગાહી મુજબ જ રાજકોટ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. મોરબી રોડ પરના ગવરીદળ ગામમાં પણ ભારે વરસાદ શરૂ થયો હતો. ગામલોકો અને ખેડૂતોએ વરસાદની વધામણી કરી હતી. ગવરીદળથી મિડીયામેન-કેમેરામેન જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખેડૂતો આતુરતાથી વરસાદની રાહમાં હતાં. આજે ગુરૂપુર્ણિમાના પાવન દિવસે મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો-ગ્રામજનો ખુશખુશાલ થઇ ગયા છે. 

(2:54 pm IST)