Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

''ગુરૂ તો ઐસા કીજીએ જૈસે પુનમ ચાંદ, તેજ કરે ઔર તપે નહીં આપે ઉર આનંદ''

ગુરૂપૂર્ણીમાનો મહીમા ગુંજયોઃ ગુરૂવંદના કરી શિષ્ય સમુદાય ધન્ય

ગુરૂપૂર્ણીમાના પવાન અવસરે ભાવિક ભકતોએ આજે ગુરૂપૂજા કરી હતી. શહેરમાં આવેલ ધર્મસ્થાનો પર દર્શન અને પૂજા આરતીનો લાભ લેવામાં આવ્યો હતો. તસ્વીરમાં પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે દર્શનનો લાભ લઇ રહેલા ભાવિકજનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૨૪ : જને જીવનમાં સાચા ગુરૂ મળી જાય તેનો બેડો પાર થઇ જાય. જ્ઞાનનો પ્રકાશ રેલાવી અજવાળા કરતા આવા ગુરૂઓને વંદના કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણીમા! આ વર્ષે સતત બે દિવસ સુધી ગુરૂપૂર્ણીમાની ઉજવણી થઇ. ગઇકાલે પણ ગુરૂ પૂજા થયેલ અને અનેક જગ્યાએ આજે ગુરૂવંદના કરવામાં આવી છે.

ગુરૂઆશ્રમો અને મંદિરોમાં શિષ્ય સમુદાયે દર્શન, પૂજન, અર્ચનનો લાભ લઇ ધન્ય બન્યા બન્યો હતો.

પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ સદ્દગુરૂ સદન ખાતે આજે વહેલી સવારની મંગળા આરતી બાદ દર્શન ખુલ્લા મુકાયા હતા. ગુરૂભકતોએ પૂજા આરતી દર્શન ચરણ પાદુકા દર્શનનો લાભ લીધો હતો. રક્ષાદોરીનું આખો દિવસ વિતરણ કરાયુ હતુ. રાત્રે ૧૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.  સમગ્ર મહોત્સવનું ડેન પર જીવંત પ્રસારણ  થઇ રહ્યુ હોય ભાવિકો ઘરે બેઠા દર્શનનો લાભ લઇ શકે છે.

ડો. યાજ્ઞીક રોડ પર આવેલ શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે ભાવિકોની મર્યાદીત હાજરીમાં સવારે પૂજા અર્ચના કરાયા હતા. જેનું ઓનલાઇન પ્રસારણ શરૈ કરાતા ભાવિકો ઘરે બેઠા લાઇવ દર્શનનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  સવારે મંગળા આરતી, વેદપાઠ સ્ત્તોત્ર, વિશેષ પૂજા, ભજન કીર્તન અને બપોરે ૧૨ વાગ્યે ભોગ આરતી ઉતારવામાં આવી હતી. સાંજે ૬.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ નામ સંકીર્તન, સાંજે ૭.૩૦ વાગ્યે સંધ્યા આરતી અને ૮.૩૦ થી ૯ ગુરૂની શકિત અને તેનો મહીમા વિષે વિશેષ સત્સંગ પ્રવચન પૂ. સ્વામી નિખિલેશ્વરામનંદજી મહારાજ દ્વારા ઓનલાઇન પ્રસારીત થશે. મંદિરમાં સાંજે ૪ થી ૮.૩૦ દર્શનનો લાભ લઇ શકાશે. સરકારી ગાઇડ લાઇનના નિયમોના પાલન માટે અનુરોધ કરાયો છે.

જંકશન પ્લોટ ખાતે આવેલ શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા આજે ગુરૂપૂર્ણીમાં મહોત્સવ સાંજે ૬ થી ૭.૩૦ ભાવસભર વાતાવરણમાં ઉજવાશે. સભાખંડમાં ભગવદ્દગીતાના અધ્યાય ૧૨ અને ૧૫ ના સામૂહિક ગીતાપાઠ થશે. સંગીતમય ભજન સંધ્યા થશે. નિઃશુલ્ક ઉનાળુ છાશ કેન્દ્રના સ્વયંસેવકોનું પારિતોષિક આપી સન્માન કરાશે. ગુરૂ મહીમા વિષે ઉદ્દબોધન અને ભજન સત્સંગ થશે. આ પ્રસંગે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર તથા સંત તુલસીદાસ જીવનચરીત્રની પુસ્તિકાનું રાહતદરે વિતરણ કરાશે. રૈયારોડ વૈશાલીનગર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠ ખાતે પણ આજે ગુરૂપૂર્ણીમા નિમિતે વ્યાસ પૂજા કરવામાં આવી હતી.

(2:57 pm IST)