Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ખીરસરા પાસે મયુર મકવાણાની વાડીમાં દરોડોઃ એક લાખના દારૂ સાથે બે પકડાયા

લોધીકા પોલીસનો દરોડોઃ વાડી માલીક મયુર તથા ધર્મેશ પીપળીયાની ધરપકડઃ કુવાડવા ગામના દીપક કોળીની શોધખોળ

રાજકોટ તા. ર૪: લોધીકાના ખીરસરામાં મોટાવડા રોડ પર આવેલી વાડીમાં લોધીકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૯૧ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ખીરસરા ગામની સીમમાં મયુર મહેશભાઇ મકવાણાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની લોધીકા પોલીસ મથકના કોન્સ. ઉપેન્દ્રસિંહ ગોહિલ, શિવભદ્રસિંહને બાતમી મળતા ખીરસરા મોટાવડા રોડ પર આવેલી વાડીમાં દરોડો પાડી રૂ. ૯પ,પ૦૦ની કિંમતની દારૂની ૧૯૧ બોટલ સાથે વાડી માલીક મયુર મહેશભાઇ મકવાણા (ઉ.વ.૧૯) (રહે. મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર સામે શ્રીનાથજી સોસાયટી તા. લોધીકા) અને ધર્મેશ મનસુખભાઇ પીપળીયા (ઉ.વ. ર૩) (રહે. મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર શ્રીનાથજી સોસાયટી) ને પકડી લઇ બે મોબાઇલ તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ. ૧,૦પ,પપ૦નો મુદામાલ કબ્જે કરી દિપક રમેશ કોળી (રહે. કુવાડવા ગામ અમદાવાદ રોડ શકિત હોટલ સામે કવાર્ટરમાં) ની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.એસ.આઇ. કે. કે. જાડેજા, હેડ કોન્સ. મનેશભાઇ, ખોડુભા, અશોકભાઇ, ઉપેન્દ્રસિંહ, લગ્ધીરસિંહ, ભોજાભાઇ, શિવભદ્રસિંહ, અજયસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:04 pm IST)