Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ધોધમાર વરસાદમાં છત્રીના સહારે ટ્રાફિક નિયમનકારો

રાજકોટઃ આજે લાંબા સમય પછી રાજકોટ ઉપર મેઘમહેર થઈ હતી. સવારે ૧૨ વાગ્યા આસપાસ ઘનઘોર અંધારૂ છવાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. શહેરના રાજમાર્ગો પર વરસાદી કર્ફયુ સર્જાયો હતો. લોકોની આવાગમન તદ્દન નજીવી બની ગઈ હતી. આ વચ્ચે અકિલા ચોક (જિલ્લા પંચાયત) ખાતે સવારથી રાત સુધી ટ્રાફીકનું નિયમન કરતા ટ્રાફીક પોલીસ કર્મચારીઓએ વરસાદથી બચવા છત્રીનો સહારો લીધો હતો. જુદી જુદી સંજ્ઞાઓ થકી ટ્રાફીક નિયમન કરતા આ કર્મચારીઓ 'સર્વોચ્ચ નિયમનકાર'ની લીલા નિહાળી રહેલા નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:05 pm IST)