Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આવતીકાલે જયાપાર્વતિનું જાગરણ ઘરમાં જ રહીને કરવા પોલીસ કમિશનરનો અનુરોધ

રાજકોટ તા. ૨૩: આવતીકાલે રવિવારે જયાપાર્વતિ વ્રત નિમિતે આખી રાતનું જાગરણ હોઇ રાજકોટ શહેરમાં વ્રત રાખનાર બહેન-દિકરીઓ પરિવારજનો , વડિલો સાથે જાગરણ કરવા માટે ઘરથી બહાર ફરવાના સ્થળોએ ખાસ કરીને રેસકોર્ષ રીંગ રોડ પર પહોંચી જાય છે. પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે આ જાગરણ ઘરમાં રહીને જ કરવાનું રહેશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનુરોધ કરતાં જણાવ્યું છે કે જાગરણ નિમિતે રાત્રે ૧૦ પછી બહાર નીકળી શકાશે નહિ. રાતે દસથી કર્ફયુ ચાલુ થઇ જતો હોઇ જે કારણે વ્રત રાખનાર બહેન-દિકરીઓને ઘરે જ રહેવું પડશે. આવતીકાલે રવિવારે સાંજે પણ શહેરીજનો ફરવા નીકળતાં હોઇ સરકારની માર્ગદર્શિકા મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. જાગરણ કરવા કોઇએ બહાર નીકળી કર્ફયુ જાહેરનામાનો ભંગ કરવો નહિ. પોલીસને સહકાર આપવા વધુમાં જણાવાયું છે. 

(3:06 pm IST)