Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભર ચોમાસે પાણીકાપઃ મંગળવારે ૬ વોર્ડમાં વિતરણ બંધ

હોસ્પિટલ ચોકમાં બની રહેલી બ્રિજ નીચે નડતરરૂપ પાઇપલાઇન ફેરવવાને કારણે વોર્ડ નં. ર,૩,૪,પ,૭ તથા ૧૪ ના જંકશન કો. હા. સોસાયટી, પરસાણાનગર, મોચી બજાર, કાશી વિશ્વનાથ, હાથીખાના, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં તા. ર૭ના થશે અસરઃ વોટર વર્કસ શાખાની સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ર૪ :.. મોચી બજાર ચોક વિસ્તારમાં અવાર-નવાર તુટતી પાણીની લાઇન ગુરૂવારે એક જ દિવસમાં ત્રણ વખત ભાંગતા વોર્ડ નં. ર અને ૩ ના અડધા વિસ્તારો તરસ્યા રહ્યા હતાં. જયુબીલી તરફ  આવતી પાણીની પાઇપ લાઇન હોસ્પિટલ બ્રીજ નીચે નડતરરૂપ હોવાથી તેને ફેરવવામાં આવનાર હોવાની તા. ર૭ ને મંગળવારે ફરી વોર્ડ નં. ર-(પાટ)ર્ અને ૩ -(પાર્ટ) તથા ૪, પ, ૭,  તથા ૪, પ અને વોર્ડ નં. ૭ (પાર્ટ)ર્,  ૧૪ (પાર્ટ) ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ મ.ન.પા.ના વોટર વર્કસ શાખા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મ.ન.પા.ના વોટર વર્કસ શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના વોટર વર્કસ અંતર્ગત બેડીથી જયુબીલી તરફ આવતી પાણીની પાઇપ લાઇન હોસ્પિટલ બ્રીજ નીચે નડતરરૂપ હોવાથી તેને ફેરવવાની કામગીરી સબબ સેન્ટ્રલ ઝોન અંતર્ગત જયુબીલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં જંકશન સાઇડના વિસ્તારો (વોર્ડ નં. ર, પાર્ટ, ૩ પાર્ટ), જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૪ પાર્ટ), તેમજ બેડી હેડ વર્કસ અને ગ્રીનલેન્ડ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૪ અને પ) માં તા. ર૭ જૂલાઇને મંગળવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે.

કયાં - કયાં વિસ્તારમાં અસર

તા. ર૭ જૂલાઇને મંગળવારે જંકશન કો. હા. સોસાયટી, ગાયકવાડી, રેલ્વે કોઠી કમ્પાઉન્ડ, દાણાપીઠ, મોચી બજાર, હાથીખાના-૧, સાંગણવા ચોક, કેનાલ રોડ, સહિતના વિસ્તારોમાં અસર થશે. 

(3:35 pm IST)