Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રા.લો. સંઘમાં તમામ ૧૩ મતદારોનું મતદાન : ગ્રૃપ-૩ના ઉમેદવાર ઢાંકેચા જુથ તરફ : કાલે પરિણામ

માસ્ક પહેરવો અને રાખવો તે વચ્ચે કોઇ ફેર નહીં ? સોશ્યલ ડીસ્ટન્સીંગ સાવ ભૂલાયું

રાજકોટ : અગ્રગણ્ય સહકારી સંસ્થા રાજકોટ-લોધિકા સંઘની ૩ બેઠકોની આજે યોજાયેલ ચૂંટણીમાં કુલ ૧૩ પૈકી ૧ર મત પ્રથમ કલાકમાં જ પડી ગયેલ. બાકી રહેતા ૧ મતદાર અને ઉમેદવારે મોડેથી મતદાન કરતા મતદાનનો સમય પૂર્ણ થયા પહેલા ૧૦૦% મતદાન થઇ ગયું હતું.  ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ  પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા થઇ હતી. ચૂંટણીમાં ગ્રૃપ-૩ની બેઠકમાં ભૂપેન્દ્રસિંહ જાડેજા અને પ્રવિણ સખીયા ઉમેદવાર છે. સખીયા સમાધાનમાં રૈયાણી જુથના ઉમેદવાર તરીકે નક્કી થયેલ. છેલ્લી ઘડીએ અન્ય ઉમેદવાર ભૂપેન્દ્રસિંહે ઉમેદવારી કરેલ. આજે મતદાન પૂર્વે ઢાંકેચા જુથે તેને પોતાના ઉમેદવાર તરીકે સ્વીકારી ટેકો જાહેર કર્યો હતો. ગ્રૃપ-૮માં લખમણભાઇ સંઘવી અને કરશનભાઇ ડાંગર વચ્ચે તથા ગ્રૃપ-૧ પ માં નરેન્દ્રભાઇ ભૂવા અને રઘુવીરસિંહ જાડેજા વચ્ચે સ્પર્ધા છે. ૬ પૈકી કયા ૩ ઉમેદવાર જીતે છે તે તો આવતીકાલે સવારે મત ગણતરી વખતે જ ખબર પડશે. ઢાંકેચા જુથે ઉમેદવારો સિવાયના પોતાના ૬ મતદારોને પ્રવાસ સ્થળે સીધા મતદાન સ્થળે ઉતાર્યા હતાં. આ જુથે ત્રણેય બેઠકો જીતવાનો દાવો કર્યો છે. મતદાન પ્રસંગે ઉમેદવારો ઉપરાંત સહકારી અગ્રણીઓ ડી. કે. સખિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, મનસુખ સરધારા, વિજય સખિયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આવતીકાલે સવારે ૯ વાગ્યાથી મત ગણતરી થશે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:32 pm IST)