Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સાધુ વાસવાણી રોડ પર દારૂની ૧૨ બોટલ સાથે સમીર અને અકરમને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

સપ્લાયર ઇમરાન ઉર્ફે ઇમુને પણ દબોચ્યો : દારૂની બોટલ, બે ટુ વ્હીલર સહિત એક લાખની મત્તા કબ્જે

રાજકોટ તા. ૨૪ : શહેરના સાધુ વાસવાણી રોડ પર ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને દારૂની ૧૨ બોટલ સાથે ઝડપી લીધા બાદ સપ્લાયરને પણ પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર બે શખ્સો દારૂની હેરાફેરી કરતા હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજા તથા કોન્સ. સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળતા સાધુ વાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટની સામેની શેરીમાંથી રૂ. ૯૬૦૦ની કિંમતની દારૂની ૧૨ બોટલ લઇને જીજે૩સીડી-૪૩૩૯ નંબરના બાઇક પર નીકળેલા સમીર રફીકભાઇ મીર (ઉ.૨૧) (રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર) અને જંગલેશ્વર શેરી નં. ૩૨ના અકરમ કારમશા શાહમદાર (ઉ.૨૦)ન ેપકડી લીધો હતો. બંનેની પૂછપરછમાં દારૂની બોટલ ઇમરાને આપી હોવાનું ખુલતા પોલીસે સપ્લાયર ઇમરાન ઉર્ફે ઇમુ ઇસ્માઇલભાઇ શાહમદાર (ઉ.૨૫) (રહે. નાનામવા સર્કલ પાસે આવાસ યોજના કવાર્ટર)ને પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. ભરતસિંહ, કોન્સ. મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ તથા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(2:46 pm IST)